વધઇ ખાતે વિશ્વકર્મા જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી

ડાંગ ના પ્રવેશ દ્વાર વધઇ ખાતે સૃષ્ટિના સજઁન અને તારણહાર વિશ્વકર્માની જન્મ જયંતિની દબદબાભેર અને આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી પ્રસંગે વિશ્વકર્માની મહાઆરતી યજ્ઞ અને પુજા અચઁના કરવામાં આવી હતી ત્યાર બાદ ઉજવણી પ્રસંગે સાકરપાતળ મંડળીના પટાંગણમાં મહાપ્રસાદનુ આયોજન પણ કરવામાં આવ્યુ હતુ. જે મહાપ્રસાદીનો સમગ્ર વધઇ વાસીઓએ લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે વધઇ નગરનો લુહાર સુથાર મિસ્ત્રી સમાજના અગ્રણી ભીલા મિસ્ત્રી, પંડીત મિસ્ત્રી, રજનીશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. જયારે આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પંકજ નિંકુબ રોવીદાસ બોરસે રાજુ જગતાપે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)