ઉપલેટામાં રન ફોર ભગતસિંહ સાઈકલ યાત્રાનું આગમન થતા સ્વાગત કરવામાં આવ્યુ

ઉપલેટામાં રન ફોર ભગતસિંહ સાઈકલ યાત્રાનું આગમન થતા સ્વાગત કરવામાં આવ્યુ
Spread the love
  • શહિદ ભગતસિંહની વિચારધારા જન જન સુધી પહોચડવાના ઉદેશ્ય સાથે રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રા સોમનાથથી પ્રસ્થાન થઈ ઉપલેટા આગમન થતા વિવિધ સંસ્થાઓ સામાજિક કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ

ભારત વર્ષના વિર સપુત શહિદ ભગતસિંહની માનવતાવાદી વિચારધારાની સ્થાપના અને દેશના સમગ્ર નાગરિકોને શહિદ ભગતસિંહ અને દેશની આઝાદીમાં પોતાના જીવ ન્યોચ્છાવર કર્યા છે તેવા ક્રાંતિકારીઓના વિચારોને લોકો સુધી પહોંચાડવા ભગતસિંહ ક્રાંતિદળના માદયમથી રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત સાઈકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુંછે જે સાઈકલ યાત્રા અઢારસો કીલો મીટર પરિભ્રમણ કરશે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ માત્રને માત્ર શહિદ ભગતસિંહને દેશનું સર્વોચ્ચ સન્માન અપાવવું અને તેના વિચારોને જન જન સુધી પહોચડવાનો છે.

આ યાત્રા સોમનાથથી પ્રસ્થાન કરી ત્રણસો ગામડાઓ બેતાલીસ તાલુકાઓ ઓગણીસ જીલ્લા અને પાંચ રાજ્યોમાંથી પસાર થઈને ત્રેવીસમી માર્ચ ભગતસિંહ શહાદત દિને નવી દિલ્હી પહોંચશે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને એક લાખ હસ્તાક્ષરો સાથે વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપશે રન ફોર ભગતસિંહ સાઈકલ યાત્રાનું ઉપલેટા મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યુ હતું ભાદર ચોક ખાતે ગાંધી ચોક ભગતસિંહ ચોક બાવલાચોક બસ્ટેનચોક થઈને ભગતસિંહ પ્રતિમાને હારતોરા કરીયા આ સાયકલ યાત્રામાં તમામ સમાજ ના આગેવાનો અને હીન્દુ મુસ્લિમ એકતાનું સ્વરૂપ આ યાત્રા મા દેખાયું હતું.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!