GADનો પરિપત્ર રદ કરવાની માંગ સાથે તોરણવાળી ચોકમાં SC ST OBCનું જનક્રાંતિ આંદોલન

રાજ્ય સરકારના જાહેર વહિવટી વિભાગ દ્વારા ભરતી બાબતે ઓગસ્ટ 2018માં કરાયેલા પરિપત્ર એસસી,એસટી અને ઓબીસીને અન્યાયકર્તા હોવાથી તેના વિરોધમાં આજે શુક્રવારે સવારે 10 વાગ્યે તોરણવાળી ચોકમાં જનક્રાંતિ આંદોલન યોજાયું હતું. બંધારણીય અધિકાર આંદોલન સમિતિના નેજા હેઠળ જનક્રાંતિ આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાઓ અને સમાજના કર્મશીલો ઉમટ્યા હતા. તેમજ જીએડીનો પરિપત્ર રદ નહીં કરે તો 24મીએ ગાંધીનગર ખાતે વિધાનસભાનો ખુલતા સત્રમાં જ ઘેરાવો કરવાની ચીમકી સમિતિના કાર્યકરોએ વ્યક્ત કરી હતી.