દેડિયાપાડા ખાતે નર્મદા નગર તથા અંબાલાલ પાર્ક માં બે ઘરોના તાળાં તોડી તસ્કરોએ મચાવ્યો તરખાટ

- 2020 ના વર્ષની નર્મદા જિલ્લામાં સૌથી મોટી ચોરી.
- રોકડા રૂ.50000/- મળી કુલ 177000 ના સોના-ચાંદીના દાગીના અને મોટી ચોરી કરી તસ્કરોએ હાથ સાફ કર્યો.
- પોલીસે ડોગસ્કવોર્ડ અને એફએસએલની લીધી મદદ.
- વધતી જતી ઠંડીનો લાભ ઉઠાવતા તસ્કરો.
દેડિયાપાડા ખાતે નર્મદા નગર તથા અંબાલાલ પાર્ક માં બે ઘરોના તાળાં તોડી તિજોરીમાંથી રોકડા રકમ અને લાખો ના ચાંદી ના સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરોએ મચાવ્યો છે જેમાં રોકડા રૂ.50000/- મળી કુલ 177000 ના સોના-ચાંદીના દાગીના અને મોટી ચોરી કરી તસ્કરોએ પલાયન થઈ જતાં દેડીયાપાડા પોલીસની ઉંઘ હરામ થઈ ગઈ છે, 2020ની નર્મદા જિલ્લાની સૌથી મોટી ચોરી તરીકે પોલીસે ચોપડેનું ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે ડોગસ્કવોર્ડ અને એફએસએલ ને બોલાવી ચોરીનું પગેરું મેળવવા ના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બાબતે દેડિયાપાડા પોલીસ મથકે દેડીયાપાડા ગામના નર્મદાનગર તથા અંબાલાલ પાર્ક ખાતે ફરિયાદી મનોજભાઈ ધનજીભાઈ વસાવા (રહે, નસવાડી જકાતનાકા તા.નસવાડી જી.છોટાઉદેપુર મૂડ રહે, કુકરદા મોટા ફળિયા) ચોરીની ફરિયાદ દાખલ કરી છે. બનાવની વિગત મુજબ અજાણ્યા ચોર ઇસમે રાત્રિના સમયગાળા દરમિયાન ફરિયાદી મનોજભાઈ ધનજીભાઈ વસાવાના દરવાજાનું તાળું તોડી ઘરમાં મુકેલ તિજોરી તોડી લોકરમાં રાખેલ સોનાનું મંગળસૂત્ર આશરે 2 તોલા નું નંગ- 1 કિ.રૂ 40000/- સોનાના ઝૂમર જોડે-1 આશરે 5 ગ્રામ કિ.રૂ.10000/-, સોનાની વિટી નંગ 5 તમામ આશરે એક એક ગ્રામની કિં. રૂ.10000/- સોનાની બુટ્ટીઓ 2 જોડ આશરે 4 ગ્રામ આશરે કિં. રૂ. 8,000 /- સોનાની ચેઇન આશરે 1 તોલા વજન વાડી કિં. રૂ.24000/- તથા ચાંદીના ઝાંઝરી નંગ-1 જોડ 100 કિ.રૂ.3000 /- ચાંદીના સાંકડા જોડે એક આશરે 100 ગ્રામ વજન કી.રૂ. 4000/- ચાંદીના કેળ જુડા જોડ 2 આશરે સો સો ગ્રામ કિ.રૂ. 6000/- તથા રૂપિયા 100 ના દરની ચલણી નોટો નંગ 20 કુલ રોકડા 2000/- મળી કુલ 107000/- ના મુદ્દામાલની ચોરી ની ફરિયાદ નોંધાવી છે.
જ્યારે કોમલભાઈ મગનભાઈ જાગણી (પટેલ) (રહે, દેડીયાપાડા અંબાપાર્ક )ના ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં મુકેલ તિજોરી તોડી લોકર માં મુકેલ સોનાની ચેન આશરે 1 તોલા વજનવાળી કિંમત રૂપિયા 20,000 /- તથા રોકડા રૂ.50000/- મળી કુલ 177000 મુદ્દામાલની ચોરી કરી નાશી જતા દેડિયાપાડા પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા