ઉપલેટા વોર્ડ નંબર-૨માં પાણીની નવી પાણીની પાઇપ લાઇન નાખવાનું ખાતમુહુર્ત

ઉપલેટા વોર્ડ નં બેમાં પીવાના પાણીની સમસ્યાનો હલ થતાં સ્થાનિક વોર્ડ નંબર બેના લોકો એ રાહતનો શ્વાસ લીધો ઉપલેટા નગરપાલિકાના સહયોથી ઉપલેટા તાલુકાનો ઘણો વિકાસ થયો છે પરંતુ આત્યાર સુધી પાણીની સમસ્યાનો સામનો કરતા ઉપલેટાનાં વોર્ડ નં-2માં પણ વિકાસના ઘણા કામો કરવામાં આવ્યા છે, જેમાં આજરોજ વોર્ડ નં. 2ના સુધરાઇ સભ્ય મયુરભાઈ સુવા, શૈલેષભાઈ સુવા,કારાભાઈ સુવા, નગરપાલિકાના પ્રમુખ રાણીબેન પાણીની સમસ્યાની ચર્ચા કરતા આ પાણીની સમસ્યાનો હલ થયો હતો. પાણીની પાઈપ લાઈન નાખવામાં આવ્યા હતા તેમજ જે જગ્યાએ પાણીની સમસ્યા હતી.
મનદિપ મિલ સામે શાકુતલ નગર વેલનાથ સોસાયટી બક્ષી કુમાર છાત્રાલય વિસ્તારમાં પાણીની પાઇપ નગરપાલિકા દ્વારા આ પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ શરુ થતાં વોર્ડ નં.2ના લોકોએ હાશકારો અનુભ્યો હતો. નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન મયુરભાઇ સુવા,પૂર્વ પ્રમુખ દાનભાઇ ચંદ્રવાડીયા, જળાશય ચેરમેન કારાભાઇ સુવા તથા નગરપાલિકા ના સદસ્યો શૈલેષભાઈ સુવા, કનુભાઈ સુવા, જીગ્નેશભાઇ વ્યાસ, વિક્રમસિંહ સોલંકી, ભાવેશભાઇ સુવા સહીત સોસાયટીના સવેઁ આગેવાનો અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર : વિપુલ ધામેચા (ઉપલેટા)