દાંતાની વિદ્યાવિહાર પ્રાથમિક અને માધ્યમિક શાળામા વાર્ષિક મહોત્સવ ઉજવાયો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથકથી 40 કિમિ દૂર પહાડો માં વસેલું દાંતા ગામ ગુજરાતનો સૌથી પછાત તાલુકા તરીકે જગ વિખ્યાત છે આ ગામ આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતો તાલુકો છે અહીં સાક્ષરતા અને અભ્યાસ નો રેસીઓ ઘણો નીચો હોઈ આ વિસ્તાર મા મોટા ભાગના બાળકો અભ્યાસ કરતા નથી જે બાબત રાજ્ય સરકારને ઘણી ચિંતિત કરે છે. વિદ્યાવિહાર પ્રાથમિક અને માધ્યમિક શાળા દાંતાના વાર્ષિકોત્સવમાં ધો. 1 થી 10 ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાર્થના, દેશ ભક્તિ ગીત, હરિયાનવી, રાજસ્થાની લોક નૃત્ય, ગરબા, નાટક વગેરે કલાકૃતિઓ શાળાના બાળકોએ પોતાની કલા રજુ કરી હતી આ પ્રસંગે શાળાના પ્રમુખ બજરંગ સિંહ રાઠોડ, શાળાના આચાર્ય પુષ્પેન્દ્રસિંહ રાઠોડ સહીત ભૂપતસિંહ વાઘેલા, હરપાલસિંહ રાણા, ડોક્ટર સત્યપાલ, દાંતા પીએસઆઇ, બલવંતસિંહ પરમાર અને માલજીભાઈ હાજર રહ્યા હતા શાળાના બાળકોને ઇનામ ફેરસુક મોલ દાંતા તરફથી આપવામા આવ્યા હતા.
અમિત પટેલ (અંબાજી)