મોરબીના રામધન આશ્રમ ખાતે શિવકથામાં કાવ્ય સંધ્યા યોજાઈ

Spread the love
  • તા:-૧૧ ના રોજ સમુહ રાંદલ, અને તા. ૧૨ના રોજ ભગવાન શિવ પાવર્તીના લગ્ન ની થશે ઉજવણી : કથા દરમિયાન દૈનિક મહાપ્રસાદ

મોરબી

મોરબીના રામધન આશ્રમ – ઉમિયા મંદિર ખાતે મહંત ભાવેશ્વરી બેન તથા શિવકથા સેવા સમિતિ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આગામી તા. 8 થી 16 ફેબ્રુઆરી સુધી આયોજન કરેલ છે. આ શિવકથાનું રસપાન બાળ વિદુષી રતનબેન કથાનું રસપાન કરાવી રહા છે. આ કથા અંતર્ગત સાહિત્ય ક્ષેત્રને આવરતા કાવ્ય સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કવિ કાયમઅલી હજારી, ભાવેશ જેતપરીયા, રૂપેશ પરમાર ‘જલરૂપ’, બિપિન મધુર, શૈલેન મહેતા ‘સરયૂ’, જનાર્દન દવે ‘અઘોરી’ તથા ઉષા દવે ‘DAWN’ પોતાની કવિતા રજુ કરી હતી આ કાર્યક્રમનું સંચાલન રામ વારોતરિયાએ કરેલ, આ કાર્યક્રમમાં સાહિત્યકાર ડો. સતિષભાઈ પટેલ, ઉદ્ઘોષક ડો. શૈલેષભાઇ રાવલ ઉપસ્થિત રહા હતા.

આ તકે બહોળી સંખ્યામાં સાહિત્ય પ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. તો તા :-૧૧ ને મંગળવારના રોજ સમુહ રાંદલ, અને તા:- ૧૨ને બુધવાર ના રોજ શિવ પાવર્તીના લગ્ન યોજાશે. જેમાં ખાનપર ગામે થી ભગવાન શિવની વાજતે ગાજતે જાન આવશે. તો શ્રોતાઓને કથા નું રસપાન કરવા રામધન આશ્રમના મહંત ભાવેશ્ર્વરી માતાજી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!