નવતર પહેલ : દીકરીઓને કરિયાવરમાં હેલ્મેટ અને તુલસી ક્યારો અપાશે

નવતર પહેલ : દીકરીઓને કરિયાવરમાં હેલ્મેટ અને તુલસી ક્યારો અપાશે
Spread the love
  • મોરબી અને થાનમાં વરિયા પ્રજાપતિ સમાજના સમુહલગ્ન યોજાશે
  • મોરબીમાં 18 અને થાન ખાતે 13 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે

મોરબી,

મોરબી અને થાન ખાતે એક જ દિવસે 14 ફ્રેબ્રુઆરીએ વરિયા પ્રજાપતિ સમાજના સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.આ સમુહલગ્નમાં નવતર પહેલ કરવામાં આવી છે.જેમાં આ વખતે હેલ્મેટનો ફરજિયાત કાયદો બની ગયો હોવાથી મોરબીના સમુહલગ્નમાં દીકરીઓને હેલ્મેટ ,તુલસી ક્યારો ,ભગવત ગીતા સહિતની 118 થી વધુ ચીજવસ્તુઓ કરિયાવર સ્વરૂપે ભેટમાં આપશે.જ્યારે મોરબીમાં 18 અને થાન ખાતે 13 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.

મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજના 33 માં સમુહલગ્ન મોરબીના સામાકાંઠે નેશનલ હાઇવે નજીક રિવેરા સીરામીકની બાજુમાં એસ્ટ્રોન સીરામીક પાસે વિશાળ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.જેમાં 18 યુગલો લગ્નગ્રંથિથી જોડાશે.આ સમુહલગ્નમાં કન્યાઓને દાતાઓના સહયોગથી 118 થી વધુ વસ્તુઓ કરિયાવર સ્વરૂપે ભેટમાં આપશે.જેમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત બની ગયું હોય હેલ્મેટ,તુલસી ક્યારો ,સોના ચાંદીની વસ્તુઓ,ભાગવત ગીતા સહિતની 118 ચીજવસ્તુઓ આપવામાં આવશે.તેમજ દીકરીઓને સમુહલગ્ન સમિતિ દ્વારા રૂ.5 હજાર એકસોની ફિક્સ ડિપોઝીટ કરી આપવામાં આવશે.

મોરબીના આ સમુહલગ્નમાં સંભારંભના અધ્યક્ષ તરીકે જાદવજીભાઈ ગંગારામભાઈ વામજા અને સહ અધ્યક્ષ જીવરાજભાઈ વાલજીભાઈ ધરોડીયા તેમજ સમાજના તમામ ક્ષેત્રેના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત થાનમાં વરિયા પ્રજાપતિ સમાજના સમુહલગ્ન જ્ઞાતિની વાડી ખાતે યોજાશે. જેમાં મોરબીના જાણીતા પેન્ટર દિનેશભાઇ લવજીભાઈ સખનપરા સંભારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે.આ સમુહલગ્નમાં 13 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે.જેમાં તમામ ક્ષેત્રેના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.મોરબીમાં સમુહલગ્નને સફળ બનાવવા પ્રમુખ ગોકળભાઈ અંણદાભાઈ ભોરણીયા ,પ્રવીણભાઈ વારનેશિયા અને થાનમાં અમરશીભાઈ અંદોદરિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!