અમરેલી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી કોમેડી નાટકનું આયોજન

અમરેલી
તાજેતરમાં અમરેલી ખાતે અમરેલી જિલ્લાની કલાપ્રેમી સંસ્કૃતિક જનતાના લાભાર્થે દિલીપ સંઘાણી હોલમાં “બા અમારા માસ્ટર માઈન્ડ “અને “બુઠ્ઠા મારી બાજી “નામના બે સુંદર કોમેડી નાટકોનું ભવિષ્ય યોજાયો હતો. સાંપ્રત સમસ્યાઓ પરત્વે અવેરનેસ લાવતા અને સંસ્કાર અને હાસ્ય નો સરવાળો કહેતા આ બે નાટકો આકાર ઇવેન્ટ તથા ત્રિમૂર્તિ પ્રોડક્શન રાજકોટ દ્વારા ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યા હતાઅને ગુલામહુસેન દ્વારા દિગ્દર્શિત નાટક નો મંગળ પ્રારંભ જિલ્લા યુવા અધિકાર શ્રી વિક્રમસિંહ પરમાર, મહિલા અને બાળ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ વરિયા ના મેનેજીંગ ટ્રસ્ટી વોરા શ્રી સુરેશભાઈ દેસાઈ સંજોગ ન્યુઝ, શ્રી જલ્પેશ મોવલીયા, માનનીય શ્રી પંડોર સાહેબ, કેળવણીકાર શ્રી ઉદયભાઈ દેસાઈ, માહિતી ખાતાના શ્રી દેવાણી સાહેબ વગેરે મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થયો હતો.
યોગેશ મહેતા અને સંજય ગોહિલ નિકિતા નાટકો દ્વારા કલાકારોએ કલા રસિકો તી ખીચોખીચ ભરેલા હોલમાં સુંદર પ્રસ્તુતિ કરી ને પ્રેક્ષકોને પેટ પકડીને હસાવ્યા હતા. અને આપણા સાંસ્કૃતિક વારસા અને પરિવાર ભાવકો નો પરિચય કરાવી અનેક સામાજિક સંદેશો પાઠવ્યા હતા. સંજોગ ન્યુઝ અને ખોડલધામ ટ્રસ્ટ તરફથી સુંદર કાર્યક્રમ અમરેલીના આંગણે લઇ આવવા બદલ શ્રી ભીખુભાઈ તથા જૈન ધર્મનું સન્માન કર્યું હતું ખોડલધામ મહિલા કન્વિનરશ્રી કૈલાશબેન તથા એડવોકેટ શ્રી હંસાબેન મખી એ બંને નાટકોમાં બેવડી અને શ્રેષ્ઠ ભૂમિકા અદા કરનાર શ્રી ઇલાબેન ભટ્ટ તથા તમામ કલાકાર નું પણ અભિવાદન કર્યું હતું.
બન્ને નાટકો અંગેની પ્રસ્તાવના તથા “કલા ને ખાતર કલા”ની સુંદરતા ઉદ્ઘોષ શ્રી પ્રકાશભાઈ જોશી એ પ્રસ્તુત કરી સુંદર સંચાલન સાથે તમામ કલાકારો અને પડદા પાછળ કામ કરતા સૌને ખૂબ લાગણી બિરદાવ્યા હતા, અને રાજ્ય સરકારના ક્ષેત્રના આ પ્રયાસોને પણ ખૂબ પ્રશંસા કરી હતી મને નાટકોથી અમરેલી તથા તેની આસપાસના વિસ્તારના ખૂબ પ્રભાવિત થયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)