૧૮ વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી
ભુજ,
ભુજના આંબેડકર છાત્રાલયમાં ૧૮ વર્ષની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ યુવતી ભુજના ભુજાડીની રહેવાસી હતી. આ આપઘાત પાછળનું કારણ અત્યારે અકબંધ છે. આ મામલે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ટીનેજર વિદ્યાર્થીઓના સુસાઇડમાં વધારો થયો છે એ ચિંતાનો વિષય છે. હાલમાં વડોદરાના સાવલી કે.જે.આઇ.ટી. કોલેજમાં મિકેનીકલ એÂન્જનીયરના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોનક વશીએ હોસ્ટેલમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા સમગ્ર કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી. આ યુવકે સુસાઇડ કર્યો હોવાનું પહેલી નજરે લાગે છે પણ તેના પરિવારજનોએ રોનકની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. જાકે ખરી હકીકત તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ ખબર પડશે.
ગણતરીના દિવસો પહેલાં સુરત ખાતે આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં પણ સુસાઇડ કેસ બન્યો હતો. બીઈના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં પરીક્ષાના દિવસે જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ભાવનગરનો નિવાસી દિપક બોરિયા નામનો વિદ્યાર્થી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બીઈના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. દિપક યુનિવર્સિટીની જ સમરસ હોસ્ટેલના ૪૦૫ નંબરના રૂમ રહેતો હતો. યુવકની બીઈના ત્રીજા વર્ષની પરીક્ષાનું પહેલું પેપર સોમવારના રોજ હતું. યુવકે પરીક્ષા પહેલા જ પોતાના રૂમની અંદર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા હોસ્ટેલ તથા યુનિવર્સિટીમાં ચકચાર મચી ગઈ હતી.