ભિલોડા જન સેવા સંઘની નવિન કારોબારી વર્ષો બાદ બિનહરીફ ચુંટાઈ
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે જન સેવા સંઘની નવિન કારોબારી વર્ષો બાદ બિનહરીફ ચુંટાઈ આવતા અત્ર-તત્ર-સર્વત્ર આનંદની લાગણી પ્રસરી છે. નવીબાઈ રામજી આશર વિધાલય સહિત વિવિધ શૈક્ષણિક સંકુલોના સંચાલક મંડળની નવિન કારોબારી વર્ષો બાદ બિનહરીફ ચુંટાઈ આવેલ છે.
વર્ષ -2020 થી વર્ષ-2023 સુધીના કાર્યકાળ માટેની ટ્રસ્ટી મંડળની ચુંટણી સંદર્ભે તા.૧૪-૦૨-૨૦૨૦ ને શુક્રવારે સાંજે 6.30 વાગ્યા સુધીમાં ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવાની સમય મર્યાદા પુર્ણ થતાં જરૂરીયાત પ્રમાણેના ( 15 ) ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા ચુંટણી નિરિક્ષક અજય ત્રિવેદી,પંકજ ત્રિવેદીએ સંસ્થાના માનદ્ મંત્રી સાથે બહાર પાડેલી યાદી મુજબ કુલ 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 1 ઉમેદવારે સ્વેચ્છીક રીતે ઉમેદવારી પત્ર પરત ખેંચતા ધણા વર્ષો બાદ કમીટી સભ્યો બિનહરીફ ચુંટાયા છે.
જન સેવા સંઘના ઈતિહાસમાં પ્રથમવાર બે મહિલાઓ ને કારોબારી સભ્ય તરીકે નું સ્થાન મળેલ છે. ભિલોડા જન સેવા સંઘ નવિન કારોબારી સભ્યો શ્રધ્ધા જે. ઉપાધ્યાય, વૈશાલી ડી. ઉપાધ્યાય, અશોક સી. ત્રિવેદી, ભુપેન્દ્ર એમ. પંડ્યા, ભરત સી. ત્રિવેદી, હેમંત જે. જોષી, ગુણવંત બી. ત્રિવેદી, નવનીત એમ. ઉપાધ્યાય, નીતીન એમ. જોષી, જીત એચ. ત્રિવેદી, ગીરીશ પી. ઉપાધ્યાય, રતીલાલ એમ. ચૌહાણ, સુરેશ પી. ઉપાધ્યાય, શશિકાંન્ત બી. ત્રિવેદી, વિપુલ એન. પંડ્યા બિનહરીફ ચુંટાઈ આવેલ છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)