સફારી પાર્કમાં પ્રાણીઓ વન્ય પીંજરામાં પાણીનો અભાવ, પાણી આવતુ ન હોવાની બૂમો…!

સરદાર પટેલ ઝૂ લોજિકલ પાર્ક કે જેનુ બીજુ નામ છે સફારી પાર્ક છે … જેમા અલગ અલગ વિભાગ માં દેશ વિદેશ ના પ્રાણીઓને મુકવામાં આવ્યા છે. જેમા ઓસ્ટ્રેલિયા — આફ્રિકા — કર્ણીવોર — બાયસન – રાયનો – એવરી તેમજ હરણ વિભાગ માં પ્રાણીઓ રાખવામા આવ્યા છે .. હરણ વિભાગ માં સાબર — કાળીયાર — ચિંકારા — સફેદ કારીયાર — ઘુડખર — ચીત્તલ તેમજ મિક્સસ્પીસીસ એમ ટોટલ 7 પીંજરા બનાવવા માં આવ્યા છે જેમા 5 પીંજરા માં પાણી આવતુ નથી… ટેન્કર ધ્વારા કુંડીઓ ભરવાંમાં આવે છે… આખ્ખા ઝૂ માં એકજ ટેન્કર હોય અવાર નવાર પાણી ભરવા માટે સમસ્યા થતી હોય છે… તેમજ પીંજારા માં ઉગાડેલ વૃક્ષો ને પાણી આપવામા માં પાણીનો નો અભાવ નજરે પડે છે.. જો કે હાલ શિયારો હોય પ્રાણીઓ ને ઠંડક મલી રહે છે જો કે વહેલી તકે પીંજારા માં પાણી નિ સગવડ ના થાય તો ઉનારા નિ કારઝાળ ગરમી માં પ્રાણીઓ છાયડા માટે તકલીફ વેઠવાના દિવસો આવી જશે .. એના માટે વહેલી તકે પીંજરા માં પાણી પહોંચતું થયા તો વ્રુક્ષો માં પણ પાણીb આપી ઉનારા સુધી માં થોડાક મોટા થયા તો પ્રાણીઓ નીચે બેસી ઠંડક મેર્વી શકે છે …
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા