રાજકોટ : જંગલેશ્વરના શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને ૪ જીવતા કાર્ટીસ સાથે દબોચી લીધા

હથિયારોની હેરાફેરીની બદી નાબૂદ કરવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી એસ.ઓ.જી. ની ટીમે જંગલેશ્વરના શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને ૪ જીવતા કાર્ટીસ સાથે દબોચી લઇ સપ્લાયર સુધી પહોંચવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. શહેરમાં ગેરકાયદે હથીયારોના વધતા ચલણને ડામી દેવા પોલીસ કમિશ્નર અગ્રવાલ, જે.સી.પી અહેમદ, ડી.સી.પી. સૈની, ડી.સી.પી. જાડેજા, એ.સી.પી. ક્રાઇમ સરવૈયાની સૂચનાથી એસ.ઓ.જી. પી.આઇ. આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. અતુલ સોનારા અને તેની ટિમ પેટ્રોલીંગમાં હતી.
દરમિયાન સમીરભાઈ શેખ, અનિલભાઈ સોનારા. હરદેવસિંહ રાણા. અને મહેશભાઈ મંઢ ને મળેલી બાતમી આધારે નિશાંતભાઈ પરમાર, અજીતસિંહ પરમાર અને નિલેશભાઈ ડામોરને સાથે રાખીને હુડકો ચોકડી નેશનલ હાઇવે બ્રિજ પાસે વોચ ગોઠવી જંગલેશ્વર નીલકંઠ પાર્કમાં રહેતા તોશીફ ઉર્ફે બાઘો અસીમભાઇ ઉમરેઠીયા નામના શખ્સને અટકાવી જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને ૪ જીવતા કાર્ટીસ મળી આવતા ૧૦.૪૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે લઇ આરોપીની ધરપકડ કરી હતી. આ હથિયાર કોની પાસેથી લાવ્યો હતો અને શું ઉપયોગમાં લેવાનો હતો. તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આ શખ્સ અગાઉ દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)