જન્મ દિવસની કરાઈ અનોખી રીતે ઉજવણી

જન્મદિવસ પર ઘણા બધા લોકો અઢળક ખર્ચા કરી ઉજવણીઓ કરતાં હોય છે પરંતું આરએસએસના જિલ્લા કોલેજીયન પ્રમુખે પોતાના જન્મદિને કંઈક અનોખી ઝલક આપી ઉજવણી કરી હતી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કોલેજીયન વિભાગના પ્રમુખ રામસેંગભાઈ દેસાઈનો જન્મદિવસ 20 ફેબ્રુઆરીના રોજ હોઈ તેઓએ ગરીબ બાળકોને નાસ્તાનું વિતરણ કરી અનોખી ઉજવણી કરી આનંદ માણ્યો હતો, પૌઆનો નાસ્તો તેઓએ તેમના સાથી મિત્રો સાથે ગરીબ બાળકોના ઘરે ઘરે જઈને જન્મદિવસ નિમિત્તે તેઓએ ગરીબ પરિવારોના આશિર્વાદ પ્રાપ્ત કરતાં તેઓએ ધન્યતાની અનુભૂતિ કરી હતી.
આરએસએસના પ્રખર કાર્યકર્તા હોઈ તેઓ અનેકવિધ સેવાઓથી સંકળાયેલા હોઈ તેમના જન્મદિવસ આવતાં તેઓએ ખોટા ખર્ચા કરવાને બદલે ગરીબ પરિવારોને નાસ્તો આપી જન્મદિનની સાર્થક ઉજવણી કરી હતી, અને જન્મદિવસ હોઈ રામસેંગભાઈ દેસાઈને ગરીબ પરિવારોએ આશિર્વાદ પાઠવ્યાં હતા, આમ જન્મદિવસની અનોખી ઉજવણી કરતાં સેવાભાવના સ્પષ્ટ દર્શન થતાં જોવા મળે છે.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ