જૂનાગઢ ભવનાથ ખાતે શિવરાત્રી મેળામા ”ખોયા પાયા” ટીમ બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થા

જૂનાગઢ ભવનાથ ખાતે શિવરાત્રી મેળામા ”ખોયા પાયા” ટીમ બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થા
Spread the love

જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામા આવતા માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના બનાવો અવાર નવાર બને છે. ઘણીવાર છોકરા છોકરીઓ કે મોટી ઉંમરના લોકો ઘર ત્યાગ કરીને પણ નાસી જવાના બનાવો બને છે. ઉપરાંત, ઘણી વખત બાળકોને કુટુંબીજનો દ્વારા ઠપકો આપવાથી ઘરેથી જતા રહેવાના બાનાવો પણ બનતા રહેતા હોય છે.

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધીક્ષક સૌરભ સિંઘ દ્વારા શિવરાત્રી મેળામાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી. ધોકડીયા, એચ.વી. રાઠોડ, કે.કે.મારુ તથા સ્ટાફના હે.કો. ભીમભાઈ, જયંતીભાઈ, યુસુફભાઈ, જૈતાભાઈ, ગીરુભા, મુકેશભાઈ, નારણભાઇ, જૈતાભાઈ, ભદ્રેશભાઈ, આઝાદસિંહ, સહિતના સ્ટાફ ખાસ ખોયા પાયા ટીમ બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

તા. 17/18.02.2020 ના રોજ બપોરના આરસામા જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ શિવરાત્રી મેળામાં પોલીસ સ્ટાફને (1) શિવાજીનગર, રાજકોટ ખાતે રહેતા બાલિબેન શિવાભાઈ પોતાની 08 વર્ષની પૉત્રી ક્રિષ્ના કાળાભાઈ તથા પરિવાર સાથે તેમજ (2) ભીંડોળા ગામ તા. માણાવદર જી. જૂનાગઢ ખાતે રહેતા પોતાના દાદા સાથે આવેલી પોતાની 12 વર્ષની પૉત્રી રુચિતા રમેશભાઈ પોત પોતાના કુટુંબ સાથે મેળામાં ફરવા આવેલ હતા. મેળામાં ફરતા ફરતા પોતાની પુત્રીઓ વિખૂટી પડી જતાં, બંદોબસ્તમાં રહેલ પોલીસને મળેલ હતા. ભવનાથ પોલીસની સ્પેશિયલ બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઇ, ખાસ ખોયા પાયા ટીમ દ્વારા જૂનાગઢ ડિવિઝનના પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. પી.વી.ધોકડીયા, એચ.વી.રાઠોડ, કે.કે.મારું, તથા સ્ટાફના હે.કો. ભીમભાઈ, જયંતીભાઈ, રામદેભાઈ, યુસુફભાઈ, જૈતાભાઈ, ગીરુભા, મુકેશભાઈ, નારણભાઇ, જૈતાભાઈ, ભદ્રેશભાઈ, આઝાદસિંહ, તથા ખોયા પાયા ટીમ દ્વારા ગુમ થયા બાદ ગણતરીના કલાકોમાં ગુમ થયેલા બાળકોના માતા પિતાને શોધી, પોલીસ સ્ટેશન બોલાવી, ગુમ થયેલ છોકરી/છોકરાઓને સોંપવામાં આવેલ.

પોતાના ગુમ થયેલ બાળકની શોધખોળ બાદ પોલીસની મદદથી મળતા, પરિવારને ભેટીને ભાવ વિભોર થઈ ગયેલ હતા અને ભવનાથ પોલીસ સ્ટેશનમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને બાળકના માતાપિતાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ દ્વારા પણ પરિવારજનોને પોતાના બાળકો અને વડીલોનો ખ્યાલ અને તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી.

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ દ્વારા બનાવવામાં આવેલ ખાસ ખોયા પાયા ટીમ દ્વારા ભાવનાથ ખાતેના શિવરાત્રી મેળામાં પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!