જૂનાગઢ મેળામાં આવતા યાત્રાળુઓના સામાનની સુરક્ષા માટે નવતર પ્રયોગ

જૂનાગઢ મેળામાં આવતા યાત્રાળુઓના સામાનની સુરક્ષા માટે નવતર પ્રયોગ
Spread the love

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પીએસઆઇ પી.એસ.આઇ. પી.વી. ધોકડિયા તથા સ્ટાફ દ્વારા મેળામાં આવતા યાત્રાળુઓના સામાનની સુરક્ષા માટે નવતર પ્રયોગ કરી, સાવચેત રહેવા ખાસ કાર્યવાહી કરવામાં આવેલ છે. સામાન્ય રીતે શિવરાત્રિના મેળામાં લાખોની મેદની એકઠી થતી હોય ત્યારે આ મેળામાં *ખિસ્સા કાતરૂ ગેંગ તેમજ મોબાઈલ ઉઠાંતરી કરતી ગેંગ દ્વારા ભીડનો લાભ લઈને પાકીટ ચોરી તથા મોબાઈલ ચોરીના ગુનાઓ આચરવામાં આવે છે. જે સામાન્યરીતે લોકોની સાવચેતીના અભાવે બનતા હોય છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પીએસઆઇ પી.એસ.આઇ. પી.વી. ધોકડિયા તથા સ્ટાફ દ્વારા મેળામાં આવતા યાત્રાળુઓને પોતાના પાકીટ, મોબાઈલ, સામાન, સંભાળીને રાખવા તથા સાવચેત કરવા માટે એક સુચનાઓ આપતી ક્લિપ બનાવી, શિવરાત્રિના મેળામાં આવેલ તમામ ઉતારા, તમામ સ્ટોલ, તમામ આશ્રમ, તમામ જમાડવામાં સ્થળો, પોલીસ રાવટીઓ, એસ.ટી.સ્ટેન્ડ, વિગેરે જગ્યાઓ કે જ્યાં માઈકની વ્યવસ્થા છે, ત્યાં ત્યાં કલીપો આપી, દરેક જગ્યા વગાડવામાં આવતા માઈકમાં દર અડધી કલાકે આ ક્લિપ મેળામાં આવતા લોકોને સંભળાય એ રીતે વગાડવા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

જેથી મેળામા આવતા યાત્રાળુઓને સતત પોતાના મોબાઈલ પાકીટ, સમાન, વિગેરે ચીજ વસ્તુઓ બાબતે સાવચેત રહેવા સુચનાઓ ચાલુ જ રહે છે. આ ઉપરાંત પોતાના બાળકો તેમજ મહિલાઓ, વૃદ્ધો ગુમ ના થાય તે બાબતે પણ સાવચેતી રાખવા પણ આ કલીપમા સૂચનો આપવામાં આવેલ હોવાથી લોકો વધુમાં વધુ સાવચેત રહે તે માટે નવતર પ્રયોગ કરી, ખાસ સુવિધા કરવામાં આવેલ છે. દરેક ઉતારા, સ્ટોલ, આશ્રમ, એસ.ટી. સ્ટેન્ડ, વિગેરે જે જે જગ્યા સાંભળવા મળતાં, લોકોમાં સાવચેતી રહેશે અને મોબાઈલ ચોરી, પાકીટ ચોરી તથા બાળકો, મહિલાઓ, વૃધ્ધો, ના ગુમ થવાના બનાવોમાં ઘટાડો થશે.

આમ, જૂનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી, યાત્રાળુઓ મેળામાં નિર્ભય રીતે ફરી શકે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પગલાઓ તથા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!