અંકલેશ્વરમાં ટ્રકની અડફેટે રસ્તો ક્રોસ કરતા માતા પુત્રીનું મોત
ભરૂચ,
અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે ટ્રકના ચાલકે માતા-પુત્રીને અડફેટે લેતા તેમના મોત નિપજ્યા છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રક ચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, ગતરોજ સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે ૨૫ વર્ષની માતા રેનુ દેવી પીન્ટુ સાવ અને તેમની ૫ વર્ષની પુત્રી ચાંદની કુમારી રોડ ક્રોસ કરી રહ્યાં હતા. આ દરમિયાન ટ્રક ચાલકે માતા-પુત્રીને અડફેટે લેતા બન્નેનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો.
માતા અને પુત્રી તેના પતિ અને પુત્ર સાથે મેળો જાવા જઇ રહ્યાં હતાં. આ દરમિયાન પતિ પિન્ટુએ દીકરાને ઉંચકી લીધો હતો અને પત્ની દીકરી સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન ટ્રક ચાલકે માતા અને પુત્રીને અડફેટે લીધા હતાં. જેમાં માતાનું ઘટના સ્થળે જ્યારે દાકરીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ સાથે આજે રાજપીપળા પાસે એક કારનો ટ્રક સાથે અકસ્માત થતા કારમાં સવાર ચાર લોકોનાં ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. આ ઉપરાંત અન્ય બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હાÂસ્પટલ લઇ જવામાં આવ્યાં છે.