રાજપીપળા બજાર વચ્ચે નાશાની હાલતમાં ટ્રક ચલાવનાર ચાલકે રેલિંગ તોડી નુકસાન કર્યું

રાજપીપળા બજાર વચ્ચે નાશાની હાલતમાં ટ્રક ચલાવનાર ચાલકે રેલિંગ તોડી નુકસાન કર્યું
Spread the love

રાજપીપળાના ભરબજાર વિસ્તારમાંથી એક ટ્રક ચાલકે દારૂના નશામાં જોખમકારક રીતે ચલાવી સફેદ ટાવર પાસે ડ્રીલીંગ પાસેની દિવાલમાં ગુસાડી દેતા દીવાલ અને લોકાર્પણની તકતી તોડી નુકસાન કરતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જોકે વાહનો ભરચક વિસ્તારમાં કેટલાય વાહનો અને રાહદારીઓ ટ્રકચાલક થી આબાદ બચી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ થી સામાન ભરીને મહારાષ્ટ્રના ધુલિયા શિરપુર રહીશ ઝૂબેર ઝાહીરોઉદ્દીન શેખ નામનો ચાલક દારૂ નશામાં ધૃત હતો. અને નશામાં ટ્રક ચલાવી રાજપીપલા શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે સફેદ ટાવર પાસે રેલિંગ ની દીવાલનો એક ભાગ તોડી નાખ્યો હતો. જો લોકો એ બૂમો ના પાડી હોત તો હાઇમાસ્ટર ટાવર પર તોડી નાખતો. તો કદાચ મોટી દુર્ઘટના સર્જાઈ હોત અને એકાદ-બે ને અડફેટમાં લઈ લેત.

જોકે સ્થાનિક રાહદારીઓએ તેને નીચે ઉતારી બાજુ માં બેસાડી બાદ અન્ય એક રાહદારીને ટ્રક સાઈડ પર મૂકી સ્થાનિક ટ્રાફિક પોલીસને જાણ કરી પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી મસાની હાલતમાં ચાલકની ધરપકડ કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!