મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની જિલ્લા કલેક્ટરે યોજેલી સમીક્ષા બેઠક

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની જિલ્લા કલેક્ટરે યોજેલી સમીક્ષા બેઠક
Spread the love
  • ઔદ્યોગિક એકમોમાં કુલ મેનપાવરના ૧૦ ટકા સુધી મુખ્યમંત્રીની એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરતી કરાશે

નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરકચેરી ખાતે ખાતે યોજાયેલી મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાની સમીક્ષા બેઠકમાં જિલ્લાના તમામ ઔદ્યોગિક એકમોમાં કુલ મેનપાવરના ૧૦ ટકા સુધી મુખ્યમંત્રીની એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભરતી કરાવવા અંગે ફાળવેલ લક્ષ્યાંકની સામે થયેલ સિધ્ધિની સમીક્ષા કરી હતી.

નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસ, લાઇન ડિપાર્ટમેન્ટ અને કંપની એકમોના અધિકારીઓ-પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીએ કંપનીનાં મેનપાવરના અઢી ટકા જેટલી ભરાયેલી જગ્યાની ટકાવારી ૧૦ ટકા સુધી સમયસર લઇ જવા અને તે અંગેની જરૂરી કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવાની જે તે એકમોને જરૂરી સૂચના અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું. કોઠારીએ વધુમાં આઇ.ટી.આઇ.ના આચાર્યના સંકલનમાં રહીને કામગીરી પૂર્ણ કરવાની હિમાયત કરી હતી.

તસવીર : જ્યોતિ જગતાપ , રાજપીપલા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!