બાળકી કહે, આમાં મારો શું વાંક…? બસ હું દીકરી છું એ જ ને…!

હું કોણ એ તમને ખબર નહિં હોય. હું ત્રણ ફક્ત દિવસની બાળકી મારો જન્મ કયાં. અશુભ ચોઘડીયામાં થયો તે મને ખબર નથી. બસ હું કોઇને મારા પરિવારમાં ઓળખું તે પહેલા તો કેનાલમાં ફેંકી દીધી છે. હા આજે બુધવારે સવારે મારી સાથે આવું જ બન્યું છે. ખુબ દુ:ખ સાથે હું વાત કરું છું. કે આપણાં રાજકોટના ઠેબચડા ગામની જ્યાં બુધવારે સવારે કેનાલમાં ફૂલ જેવી ત્રણ દિવસની નવજાત બાળકીને કે જેને ગામના સીમાડે કેનાલમાં ફેંકી દીધી હતી. અને રખડતા શ્વાન મોઢામાં લઇને ભાગ્યા હતા.
સદનસીબે ક્રિકેટ રમવા ગયેલા બાળકોનું ધ્યાન ગાયોને પથ્થરમારો કરીને શ્વાનના મુખમાંથી બાળકીને બચાવી અને ૧૦૮ને જાણ કરીને આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં છે. બાળક ન હોય ત્યારે સંતાન સુખ માટે મંદિરોમાં લોકો અનેક માનતાઓ માનતા હોય છે. પરંતુ બાળકના જન્મ પછી જો દીકરી હોય તો ઉત્સાહ ઓછો આવે તેવું અનેક પરિવારોમાં દેખાય છે. આજે બનેલી ઘટનાથી ફરી આપણા સમાજ પર અનેક પ્રશ્નો ઉઠે છે. અંતમાં રેપની સજા જેમ ફાંસીની હોવી જોઇએ તેમ આમ તડછોડનાર મા-બાપની સજા પણ ફાંસી હોવી જોઇએ કે નહિં.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)