બરોડા હેલ્પીંગ હેન્ડ એજ્યુકેશન સેન્ટરના વિદ્યાર્થીઓ માટે સાઈ છાયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક વિકાસ પ્રોગ્રામ

26/2/20 ના રોજબરોડા હેલ્પીંગ હેન્ડ એજ્યુકેશન સેન્ટર પર ના વિદ્યાર્થીઓ માટે સાઈ છાયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોના શિક્ષણ ને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ બાળકો ને કઈ રીતે વાંચન કરી તેને યાદ રાખવું તે માટે માનસિક વિકાસ (brain yoga) નો પ્રોગ્રામ નું ખાસ આયોજન રાખવામાં આવેલ. જેમાં પ્રતીક સર ના ગુરુ જે ૧૧ વાર ગીનિઝબુક વર્લ્ડ રકૉર્ડ કરનાર વડોદરા ના નામાંકિત શ્રીમાન રૂપેશ રાજ અને શ્રીમતી વિજયા રાજ દ્વારા બાળકોને તાલીમ આપવામાં આવી.
ઉપરાંત બાપા યુવા સંઘના ફાઉન્ડર mr શ્રીકાંત આહિરે પણ ઉપસ્થિત હતા કે જેઓ ફૈઝલ ખાન ના ગુરુ તેમજ બોલિવૂડના કેટલાય ફિલ્મમાં choreography કરી છે અને જેઓ વડોદરાના રહેવાસી જે પોતે વડોદરાની ચાલીમાં માં રહીને આજે ઘણી પ્રગતિ ના પંથે આગળ વધ્યા છે જેથી તેઓ બાળકોને પણ પોતાની skill બહાર લાવી બાળકો પ્રગતિ કરે એવા ઉદ્દેશથી અવાર નવાર સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતા હોય છે તેમજ સાઈ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રતિકભાઇ શાહ તેમજ તેમની ટીમ પણ ઉપસ્થિત હતી કે જેઓ બાળકોને કરાટે અને ડાન્સની તાલીમ આપે છે.જેમાં બરોડા હેલ્પીંગ હેન્ડસ ના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.