નરાધમ ભાઈએ અડધી રાત્રે આચર્યું દુષ્કર્મ , 15 કલાક નિર્વસ્ત્ર રાખી 5 વખત શારીરિક સંબંધો બાંધ્યા

ગર્ભવતી પરિણીતાને ચાકુની અણીએ સતત 15 કલાક બાનમાં રાખી પાંચ વખત બળાત્કાર ગુજારનાર કુટુંબી ભાઇ એવા નરાધમને અત્રેની કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. મૂળ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વતની અને સુરતમાં લંબે હનુમાન રોડ ઉપર રહેતા પરિવારે ગત મે-2015માં તેમના સંબંધી એવા મુન્ના ઉર્ફે મુન્નો વજુભાઇ લુંભાણી (સોની) વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનાની વિગત પ્રમાણે, પરિણીતાના મોસાળ પક્ષનો ભાઇ મુન્નો લુંભાણી તેમની સાથે ઘરે રહેતો હતો.
બનાવને દિવસે રાત્રે પરિણીતાનો પતિ કેરીના કેરેટ ખાલી કરવા માટે ટેમ્પો લઇ અમદાવાદ જવા રવાનો થયો હતો. બીજી તરફ આરોપી મુન્નો ઘરે આવી તબિયત સારી નહીં હોવાનું જણાવી રૂમમાં પથારી કરી સૂઇ ગયો હતો.ઘરમાં પતિની ગેરહાજરી વચ્ચે પરિણીતા રસોડામાં પથારી કરી સૂઇ ગઇ હતી. દરમિયાન રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં મુન્નો રસોડામાં આવ્યો હતો અને પિતરાઇ બહેન સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. પરિણીતા કંઇક બોલે તે પહેલા જ મુન્નો તેણીનું મોઢું દુપટ્ટાથી દબાવી દીધું અને ચપ્પુ કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પિતરાઇ બહેન ડરી ગઇ અને મુન્નાએ તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.
પિતરાઇ બહેનને ચાર માસનો ગર્ભ હોવાની જાણકારી હોવા છતાં તેને આખી રાત નિર્વસ્ત્ર સ્થિતિમાં રાખી હતી. બીજા દિવસે સાંજે ચાર વાગ્યા સુધીમાં મુન્નાએ તેની પિતરાઇ બહેન ઉપર પાંચ વખત બળાત્કાર ગુર્જાયો હતો. પરિણીતાનો પતિ અમદાવાદથી પરત આવી જવાનો હોય 15 કલાક સુધી કુકર્મ આચરી મુન્નો ઘર છોડી ફરાર થઇ ગયો હતો.આખરે નરાધમ ઘરની બહાર નીકળતા જ પરિણીતાએ પડોશીના મોબાઇલ ફોનથી પતિને સમગ્ર હકીકત જણાવી હતી. આ સાથે જ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતાં મુન્નાની ધરપકડ કરાઇ હતી. આ કેસ અત્રેની અદાલતમાં ચાલી ગયો હતો. કોર્ટે મેડિકલ પુરાવા અને ફોરેન્સિક રિપોર્ટ તથા એપીપી રાજેશ ડોબરિયાની દલીલો ગ્રાહ્ય રાખી મુન્ના લુંભાણીને કસૂરવાર ઠેરવી 10 વર્ષ સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)