રાજકોટ શહેર ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ચાર કૂતરાને બચાવવા જતા કાર પલ્ટી મારી
રાજકોટ શહેર તા.૨૬.૨.૨૦૨૦ ના રોજ નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ગત.૧૯ તારીખે રાત્રે શિવશક્તિ હોટલે નાસ્તો કરીને પરત ઘરે જતા ચાર મિત્રોની કાર આડે કૂતરું ઉતરતા કૂતરાને બચાવવા જતા કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં ચાર મિત્રોને ઇજા થઇ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કારચાલક સામે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના નવલનગરમાં રહેતા અને વાવડી બી કે સ્ટીલ નામના કારખાનામાં નોકરી કરતા સૂરજ અરવિંદભાઈ ડોડીયા નામના યુવાને વિશ્વજીતસિંહ ધીરૂભા ડાભી નામના શખ્સ સામે ગત તારીખ. ૧૯ના રોજ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. કે તેઓ મિત્ર રમેશ જીવણભાઈ મીર અને મેહુલ વિનુભાઈ સોલંકી સાથે રમેશભાઈ મીરની પાનની દુકાને બેઠા હતા. ત્યારે વિશ્વજીતસિંહ ડાભી પોતાની GJ.૦૩.KH ૨૫૨૧ નંબરની સ્વીફ્ટ કાર લઈને આવ્યો હતો.
રાત્રે ૧.વાગ્યે જામનગર રોડ ઉપર આવેલ હોટલ શિવશક્તિએ નાસ્તો કરવા ગયા હતા. પરત ૨વાગ્યે આવી રહ્યા હતા. ત્યારે નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ ઉપર S.R.P. કેમ્પ પહેલા કૂતરું આદુ ઉતરતા તેને બચાવવા જતા વિશ્વજીતસિંહ ડાભીએ કાબુ ગુમાવતા કાર ૩ થી ૪ ગોથા ખાઈ ગઈ હતી. જેથી ચારેય મિત્રોને ઇજા થઇ હતી. કોઈ કાર ત્યાંથી પસાર થતા અમોને સિનર્જી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈ જીવણભાઈ મીરનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે. જે તે વખતે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નવલનગરના વિશ્વજીતસિંહ ડાભી સામે ફરિયાદ નોંધાવાઇ હતી.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)