રાજકોટ શહેર માકૅટીંગ યાડૅ ૧૦ દિવસની હડતાળ બાદ બુધવારે યાર્ડની હડતાળ સમેટાઈ

રાજકોટ શહેર માકૅટીંગ યાડૅની ૧૦ દિવસની હડતાળ બાદ બુધવારે યાર્ડની હડતાળ સમેટાઈ હતી. કમિશન એજન્ટ એસો. એ પોલીસ કેસ પાછો ખેંચવાની જીદ કરતા આખરે યાર્ડના સત્તાધીશોઓ આકરા પાણીએ થયા હતા અને ત્રણ દિવસમાં યાર્ડ શરૂ નહીં કરવામાં આવે તો લાઇસન્સ કબજે કરવાની નોટિસ ફટકારીને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કર્યું હતું. નોટિસ મળતાની સાથે જ કમિશન એજન્ટ એસો.એ પોતાની હડતાળ સમેટી લીધી હતી અને આજથી યાર્ડ શરૂ કરી દેવાની તૈયારી બતાવી હતી.
યાર્ડની હડતાળ સમેટવાની સાથે સત્તાધીશોએ દલાલના સંગઠનને વિખેરી નાખ્યું હતું અને દલાલ મંડળને વાપરવા માટે આપેલી ઓફિસનો કબજો લઈ લીધો છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કામાણી અને ઉપપ્રમુખ કિશોર દોંગાએ રાજીનામૂ આપ્યું. પ્રમુખ. ઉપપ્રમુખ પદે થી આપ્યું રાજીનામું. રાજકોટ માર્કેટ યાર્ડમાં હડતાલ સમેટાઈ ૧૦ દિવસ બાદ સત્તાધીશોએ લાલ આંખ કરતા હડતાલ સમેટાઇ. કમિશન એજન્ટના પ્રતિનિધી મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત. મુખ્યમંત્રી સાથે મુલાકાત બાદ હડતાલ સમેટાઇ. આવતીકાલથી યાર્ડમાં થશે દરેક જણસી ની હરાજી થશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)