વિકાસના નામે મતોની ભીખ માંગીને સત્તા પર આવેલી સરકારને વિકાસ માટે આવેદન આપવાની ફરજ કેમ પડી ?

- નર્મદાના નેચરલ વિલેજ ગ્રુપ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીના ૭૨ વષૅ પછી પણ પ્રાથમિક અસુવિધા બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યુ
- ખેતી, સિચાઈ , રોડ, રસ્તા પાણી , લાઈટ , મોબાઈલ કનેકટીવીટીની સમસ્યાથી પીડાતા અંતરીયાળ ગામો પાનખલ, કણજી , વાદરી ચોપડી , ગીચડ , સરીબાર , કોકમ, ડુમખલ સહિતના ગામોના ગ્રામજનોનીકલેકટર ને રજૂઆત રજુઆત
- પ્રાથમિક જીવન જરૂરિયાત સવલતો પુરી પાડવાની માંગ
એસ્પીરેશન ડીસ્ટ્રીક નર્મદા જિલ્લામા આઝાદી ના 72વર્ષ પછી પણ પછાતપણા ની ટીલી હજી ભૂંસાઇ નથી ! આજે પણ અંતરીયાળ ગામો વિકાસ અને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહી ગયા છે .એક તરફ સ્ટેચ્યુના વિકાસ પાછળ સરકાર કરોડોનુ આંધણ કરે છે પણ નર્મદા ના ઊંડાણ ના અંતરીયાળગામો આજે પણ રસ્તા , વીજળીઅને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ માટે ગ્રામજનો ને આવેદન પત્ર આપવુ પડે એ કેટલી શરમજનક વાત કહેવાય ?
વિકાસ ના નામે મત માંગી ને સત્તા પર આવતી સરકાર મત મેળવી ને સત્તા પર આવ્યા પછી મતદારો ને સરકાર વિસરી જાય ત્યારે યાદ અપાવવા આવેદન આપવાની જરૂર પડે છે .આવુ જ એક આવેદન નર્મદાના નેચરલ વિલેજ ગ્રુપ દ્વારા આપવાની ફરજ પડી હતી . નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના ગામોજેવા કઈ કણજી, વાદરી, ડુમખલ, ચોપડી, માથાસર સરીબાર, ગીચડ, પાનખલ, વાધઉમર, કોકમ સહિતના ગામોના વિસ્તારોમાં આઝાદી મળ્યાના ૭૨ વષૅ પછી પણ પ્રાથમિક સુવિધાઓના લાભો મેળવવાથી વંચિત રહેવા પામ્યા છે. જેના અનુસંધાને કલેકટર નમૅદાને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
આવેદનમા જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ટુકા ગાળામા ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ઘર આંગણાના ગામડાઓમ આજે આઝાદીના ૭૨ વર્ષ પછી પ્રાથમિક સુવિધાઓ થી વંચિત છે. દેડિયાપાડા તાલુકામાં અંતરિયાળ ડુગરાળ ગામો જેવા કે કણજી, ડુમખલ, માથાસર, વાંદરી,પાનખલા, સરીબાર, ચોપડી, કોકમ, વાઘઉંમર સહિત વિસ્તારોના ગામોમાં રસ્તા, ખેતી, સિંચાઈ તેમજ પીવાના પાણી, મોબાઈલ કનેક્ટીવિટી , લાઈટ સહિત પ્રાથમિક સારવાર માટે આરોગ્યની ઇમરજન્સી સેવાઓ , 108, ખિલખિલાટ, આંગણવાડી કેન્દ્ર,હોસ્ટેલ સહિત સ્કૂલોમા તેમજ પશુઓની ઇમરજન્સી સારવાર માટેની સેવા ઉપલબ્ધ નથી ! આ સુવિધાઓના અભાવે આ વિસ્તારમાં રહેતા લોકોને ભારે તકલીફો ભોગવવી પડી રહી છે.
હાલમાં સ્થાનિક વિસ્તારોના ઝરવાણીથી માથાસર, કણજી , વાંદરી, ડુમખલ જેવા ગામોમાં નદીઓનો પ્રવાહ વધારે હોવાના કારણે ચોમાસા દરમ્યાન સ્થાનિક લોકોનો શહેર સાથે સંપર્ક કપાઈ જાય છે .કેવડિયાથી ઝરવાણી, માથાસર, ડુમખલ , કણજીથી મહારાષ્ટ્ર જતો કાચો રસ્તો ચાલુ છે પરંતુ ચોમાસા દરમિયાન આ રસ્તા બંધ થઈ જાય છે. જેથી રસ્તા પાકો અને મોટા બને અને નદી પર મોટા પુલ બનાવવા મંજૂરી મળે તો સ્થાનિક લોકોને જીલ્લાના વડા મથક પર અવરજવર આસાન થઈ શકે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ , રાજપીપલા