સમસ્ત બ્રહ્મસમાજ નવસારી જિલ્લા દ્વારા સમૂહ જનોઈનો કાર્યક્રમ સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ નવસારી જિલ્લા દ્વારા સમૂહ જનોઈનો કાર્યક્રમ સંપન્ન
Spread the love

સમસ્ત બ્રહ્મ સમાજ નવસારી દ્વારા પ્રથમ વખત તા 26/2/2020 ના રોજ સમૂહ જનોઈના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આઠ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર આચાર્ય શાસ્ત્રીશ્રી કૌશિકભાઈ જાની (ભાગવતાચાર્ય) તથા તેમની સાથે બીજા ભુદેવોએ આપ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મરોલી સ્થિત ચહેર માતાજીના ઉપાસક શ્રી દિનેશભાઈ જાનીએ બટુકોને આર્શિવચન આપ્યા હતા અને સાથે સાથે ફરી સમૂહ જનોઈનું આયોજન થાય ત્યારે તેમના તરફથી ભોજનનો ખર્ચ આપવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં પ્રમુખ શ્રી ધનંજયભાઈ ભટ્ટ બટુકોને આર્શિવાદ આપી બ્રહ્મ સંગઠનને વધુ મજબુત બનાવી દરેક પ્રવૃતિમાં મોટી સંખ્યામાં જોડાવા જણાવ્યું હતું.

ત્યાર બાદ મહિલા પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન ભટ્ટ દ્વારા આગામી સમયમાં બ્રહ્મ સમાજમાં થનાર પ્રવૃત્તિ અંગે માહિતી આપી બ્રહ્મ સમાજની બહેનોને સમાજના કર્યામાં સક્રિય બનવા માટે જણાવ્યું હતું. આઠ બટુકોને સમાજના અગ્રગણિયો દ્વારા ઉપવસ્ત્ર, નેપકિન, કાંડા ઘડિયાળ, સંધ્યા કીટ, પિતાંબર, મગકપ, સ્ટેશનરી કીટ જેવી ગિફટો આશિર્વાદ સ્વરુપે અપાયા હતા. આ સિવાય ત્યાં ઉપસ્થિત ભુદેવ શ્રીઓએ પણ રોકડ રકમ લખાવી આર્થિક સહાયમાં સહભાગી બન્યા હતા. આગામી સમુહ લગ્નના આયોજનની જાહેરાત થતાં ઉપસ્થિત ભુદેવોએ કન્યાદાન સ્વરૂપે અનેક વસ્તુઓ ભેટ સ્વરૂપે લખાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપવાની જાહેરાતો થઈ હતી.

પ્રેષક : પ્રીતિ જે ભટ્ટ (નવસારી)

IMG-20200229-WA0001.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!