જ્વેલર્સમાં ૬ રાઉન્ડ ફાયરિંગ કરનાર બે આરોપીની ધરપકડ

સુરત,
ગત રવિવારે વરાછાના મિનિબજારમાં અમર જ્વેલર્સમાં ફાયરિંગ કરવાના બનાવમાં પોલીસે બે આરોપીને પિસ્તોલ સાથે ગઢડાની વીડમાંથી ઝડપી પાડ્યાં છે. પોલીસ બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરવા સહિતની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વરાછાના અમર જ્વેલર્સમાં રવિવારે સાંજે ઘુસીને એક જણાએ ૬ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનાર વિજય કરપડા પકડાઈ ગયો હતો. જયારે તેના બે સાગરિત નાસી ગયા હતા. પહેલા વિજયે તેના સાગરિતોના ખોટા નામ અને બીજા દિવસે સાચા નામ કહ્યાં હતા. વિજયના સાગરિત મહેન્દ્ર ઉર્ફે મેંદો અને કપિલ ઉર્ફે બાવો છે. મોબાઇલ ફોનના આધારે વરાછા પોલીસને આરોપીઓનું લોકેશન અમરેલી-ગઢડા મળ્યું હતું. તેથી એક ટીમ ગઢડા ગઈ હતી. ત્યાંથી પોલીસે મહેન્દ્ર ઉર્ફે મેંદો અને કપિલ ઉર્ફે બાવાને પકડી લીધા છે. પોલીસે તેમની પાસેથી ફાયરિંગમાં વપરાયેલ પિસ્તોલ પણ કબજે કરી છે. હજી સુધી ફાયરિંગ કરવાનું કારણ સામે આવ્યું નથી. વિજય પોલીસને ગોળગોળ ફેરવી રહ્યો છે. વિજયે કÌšં કે, તેને રાજસ્થાનનો લોરેન્સ બિશ્નોઈના કહેવાથી ફાયરિંગ કર્યું છે. હથોડા ગામની જમીન મુદ્દે આ ફાયરિંગ કરાયું હોવાની પ્રબળ સંભાવના છે. જાકે હજી પોલીસ કાંઈ પણ કહેવા તૈયાર નથી.