રાજ્યસભાની ટિકિટ મેળવા “કમલમ્” ખાતે મૂરતિયાઓની લાગી લાઇન…!!

રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશ જાહેર થઈ ગયું છે ત્યારે કમલમ ખાતે યોજાયેલી બેઠક બાદ ટિકિટ વાંછુકો એ જાણે કે લાઈન લગાવી હતી. તો કેટલાક નેતાઓએ પોતાના ટેકેદારોને ટીકીટ મળે તેના માટે પ્રયાસ તેજ કરી દીધા હતા.
રાજ્યસભાની 4 બેઠકો પર યોજાનાર ચૂંટણી માટે અત્યારથી જ મથામણ ચાલુ થઈ ગઈ છે. 4 પૈકી ત્રણ બેઠક ભાજપ પાસે હતી જેમાં એક શંભુપ્રસાદ ટુન્ડિયા, ચુનીભાઈ ગોહિલ અને એક લાલસિંહની સીટ ખાલી પડી રહી છે. શંભુપ્રસાદની સીટ પર તેમને રિપીટ નહિ કરવા માટે પાર્ટીએ મન બનાવી લીધું છે. અને એ વાતની જાણ લગભગ પાર્ટીના તમામ મોટા નેતાને થઈ ગઈ છે જેને કારણે એસસી-એસટી સમાજ માંથી આવતા નેતાઓએ પોતાનો બાયોડેટા પહોંચાડવા પ્રયાસ હાથ ધરી દીધા છે. કમલમ ખાતે એસસી-એસટી મોરચાની બેઠક યોજાઈ હતી જેથી પ્રદેશ પ્રમુખ જીતું વાઘણી પણ હાજર હોય એટલે આ બેઠકમાં અપેક્ષિત કેટલાક નેતાઓ પોતાનો અને પોતાના ટેકેદારોનો બાયોડેટા લઈને પહોંચ્યા હતા.
આધારભૂત સૂત્રો કહી રહ્યા છે કે કેટલાક ટિકિટ ઇચ્છુંકો પોતાને રાજ્યસભામાં ટિકિટ મળે તેના માટે પ્રયાસ કરી રહ્યા છે… જેમા શંભુપ્રસાદ ટૂંડિયા કે જેઓ હાલમાં રાજ્યસભા સંસદ છે તેમને રિપીટ કરવામાં આવે તેના માટે પ્રયત્નશીલ છે.
આ સિવાય અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી પોતાના ટેકેદારોને ટિકિટ મળે તેના માટે કેટલાક ટેકેદારોની પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરાવી અને બાયોડેટા પહોંચાડ્યા હતા.. તો આ સિવાય પૂનમ પરમાર જેમે ગત વિધાનસભા ચૂંટણી દરમીયાન ટિકિટ કાપવામાં આવી હતી,જીતુ વાઘેલા જેઓ અગાઉ ધારાસભ્યો રહી ચૂક્યા છે.જેઠા સોલંકી જેની ગત વિધાનસભા વખતે ટિકિટ કાપવામાં આવી હતી. અમરાઈવડી ના પૂર્વ ધારાસભ્ય આર એમ પટેલ પણ પ્રભારી સાથે મુલાકાત કરી હતી.
આ સિવાય આત્મારામ પરમાર પણ પહોંચ્યા હતા અને તેમણે પણ રાજ્યસભામાં ટિકિટ મળે તેના માટે પ્રયાસ તેજ કરી દીધા આમ આજ દિવસભર ટિકિટ ઇચ્છુકની લાંબી લાઈન લાગી હતી. આજે કમલમ ખાતે બેઠક યોજાઇ હતી જેના લીધે આ તમામ નેતાઓને સંગઠન અધ્યક્ષ સુધી બાયોડેટા પકહોચાડવાનો મોકો મળી ગયો હતો પરંતુ જોવાનું રહેશે કે હાઈ કમાન્ડ કોના પર પસંદગીનો કળશ ઢોળે છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)