નવજાત બાળકી પર છરીના ઘા નહીં, કૂતરાએ જ બચકા ભર્યા : એફએસએલ રિપોર્ટ
- રાજકોટ કલેક્ટરે બાળકીની મુલાકાત લીધી
ઠેબસડા ગામની સીમમાંથી નવજાત બાળકીની સારવાર સિવિલ હોÂસ્પટલમાં ચાલી રહી છે. કલેક્ટર રેમ્યા મોહન બાળકીની મુલાકાત લીધી હતી અને તબીબો સાથે બાળકીના આરોગ્ય અંગે ચર્ચા કરી હતી. માનવતાના ધોરણે બાળકીની મુલાકાત લીધી હોવાનું અને જરૂર પડ્યે વધુ સારવાર માટે ખાનગી હોÂસ્પટલમાં ખસેડવાની ખાત્રી પણ આપી હતી.
રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર ઠેબચડા ગામની સીમમાં એક કૂતરું મોઢામાં માસુમ બાળકીને લઈને જતું નજરે પડતા જાગૃત નાગરિકે તે બાળકીને બચાવી સારવાર અર્થે રાજકોટ સિવિલ હોÂસ્પટલે ખસેડી હતી અને ત્યાં તેને કે.ટી. ચિલ્ડ્રન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી. આ બાળકીને પ્રથમ કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હોવાની પોલીસે શંકા દર્શાવી હતી પરંતુ બાદમાં બાળકીને શરીરના ભાગે જે ઇજાના નિશાન હતા તે કૂતરાએ જ બચકા ભર્યા હોવાનો એફએસએલમાં રિપોર્ટ આવ્યો હતો. આજીડેમ પોલીસે બાળકીને અસુરક્ષિત રીતે ત્યજી દઈ નાસી છૂટેલી અજાણી વ્યÂક્ત સામે ફરિયાદ નોંધાવી શોધખોળ હાથ ધરી છે.