શિક્ષણ સમિતિની શાળાએ શિક્ષકના એલાઉન્સ બંધ કરવાનો આદેશ આપતા હોબાળો
સુરત,
સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલએ મુખ્ય શિક્ષકને એલાઉન્સ બંધ કરવા માટે ૩૦ જાન્યુઆરીના રોજ આદેશ આપવામાં આવ્યો છે. શિક્ષણ સમિતિનો આ આદેશ સ્કુલ સુધી પહોંચતા મોટો વિવાદ ઉભો થયો છે. એક સ્કુલના આચાર્યએ અત્યાર સુધી આવા પ્રકારનું કોઈ એલાઉન્સ હજી સુધી મળ્યું નથી. અત્યાર સુધી આ પ્રકારનું એલાઉન્સ આપવામાં આવતું હોય તે મળ્યું ન હોવાથી અત્યાર સુધીનું એલાઉન્સ આપવાની માગણી કરી છે. આચાર્યના આ પ્રકારા પત્રના કારણે આવા પ્રકારના એલાઉન્સમાં ગોટાળો થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીથી તમામ સ્કુલમાં એક આદેશ મોકલવામાં આવ્યો છે ત્યાર બાદ એક મોટો વિવાદ બહાર આવી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્ય શિક્ષક (એચટીએટી)ને દર મહિને એલાઉન્સ ચુકવવામાં આવે છે તે એલાઉન્સ બંધ કરવામાં આવ્યુ છે. સમિતિની કચેરીની આંતરિક પ્રક્રિયા રૂપે બહાર પડેલા આ પત્રમાં પહેલી નજરે કશું જ ખોટું નથી પરંતુ એક શાળાના આચાર્યએ કચેરીને સામો પત્ર લખ્યો છે જેમાં અત્યાર સુધીમાં તેઓને આવું કોઈ એલાઉન્સ ચુકવવામાં આવ્યું નથી.
લિંબાયત ઝોનની એક શાળાના આચાર્ય એલાઉન્સ બંધ કરવાના પત્ર સામે શાસનાધિકારીને સામો પત્ર લખ્યો છે. જેમાં સ્પષ્ટ કÌšં છે કે, કચેરી દ્વારા આચાર્યને એલાઉન્સ બંધ રાખવા માટેનો પત્ર આપવામાં આવ્યો છે. પરંતુ ૨૫૦ રૂપિયા એક માસના લેખે ૨૫ માસના ૬,૨૫૦ રૂપિયા હજી સુધી ચુકવવામા આવ્યા ન હોવાથી પહેલા આ પૈસા ચુકવી દેવા વિનંતી. આ પહેલાં પણ આચાર્યને ચુકવવાના નાણા અંગે રજુઆત કરવામાં આવી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.