કોંગ્રેસના કોર્પોરેટરની FB પર કરી પોસ્ટ : ‘એસ્ટેટ અધિકારી તડવી તોડબાજ છે’
અમદાવાદ,
કોંગ્રેસના જમાલપુર કોર્પોરેટર શાહનવાઝ શેખે ફેસબુક પર મધ્યઝોનના ડે.એસ્ટેટ ઓફીસર રટ્ઠમેશ તડવી સામે તોડબાજી એટલે કે ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કરતી પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં શાહનવાઝે લખ્યું કે, મધ્યઝોનનો એસ્ટેટ અધિકારી તડવી તોડબાજ છે. બાંધકામમાં પૈસા ઉઘરાવે છે અને સામાન છોડવા પૈસા માંગ છે એટલે તડવી તોડબાજ છે.આ પોસ્ટ બાદ વધુ એક વિવાદાસ્પદ પોસ્ટ કરતા શાહનવાઝે લખ્યું કે, હજરતઅલીનો એક કૌલ છે, જે કોમ જુલ્મ સામે અવાજ નથી ઉઠાવતી તે કોમ માત્ર લાશો ઉઠાવે છે.
આ અંગે શાહનવાઝે મીડિયા સાથેની વાતચીત દરમિયાન તડવી પર આક્ષેપ કરતા કહ્યું કે રમેશ તડવી મધ્ય ઝોનમાં પાથરણાવાળા અને લારી ગલ્લા વાળા પાસેથી રૂ.૨૦૦૦થી લઈ રૂ.૧૫૦૦૦ની લાંચ માંગે છે. તેઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશનના ગોડાઉનમાં અત્યારે પણ કેટલોક સામાન ગાયબ છે આ સામાન ક્યાં છે ? તેનો જવાબ આપે. કોર્પોરેટર શાહનવાઝે આ મામલે મ્યુનિસિપલ કમિશનર પાસે વિજિલન્સ તપાસની માંગ કરી હતી.
મધ્ય ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવી તોડબાજ હોવાને લઇ સૂત્રોચ્ચાર કર્યા હતા. બોર્ડ બેઠકમાં જતાં પહેલાં તડવી તોડબાજ હોવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. તો બીજી તરફ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર રમેશ તડવીએ આક્ષેપને લઈને જણાવ્યું હતું કે એસ્ટેટ વિભાગે જપ્ત કરેલા સામાનને છોડી દેવા શાહનવાઝે ભલામણ કરી હતી. ભદ્ર દરવાજા, પાનકોર નાકાનો જપ્ત કરાયેલો સામાન છોડી દેવા ભલામણ કરી હતી. ભલામણનો અસ્વીકાર કરતા મારા પર આક્ષેપ કરવામાં આવ્યા છે.