સિસોદરા ગામમા રેતી ખનનનું ભૂત ફરીથી ધુણ્યું

નાંદોદ તાલુકાના સિસોદરા ગામ માં રેતી ખનન નું ભૂત ફરીથી એકવાર ધૂની ઉઠ્યું છે. ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ ઉલેચવા માટે હિટાચી કંપનીનું મશીન મૂકી જતા ગ્રામજનો વિફર્યા હતા. અને ત્યાં કોઈ સફેદ કલરની સ્વીફ્ટ કાર પણ પડેલી હતી તેની કાચની કોઇએ તોડફોડ કરેલી જાણતા ગ્રામજનો વિફર્યા હતા. સવારે સિસોદ્રા ગામના ગ્રામજનોએ આમલેથા પોલીસ ને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું છે કે સિસોદરા ગામ નામ ભાઠામાં યા લીઝવાળી વિવાદીત જગ્યાએ છે. ત્યાં કોઈ અજાણી વ્યક્તિઓએ ગત રાત્રે લગભગ 10 વાગે હિટાચી કંપનીનું રેતી ઉલેચવા માટે નું મશીન નંબર જીજે 05 સીઇ 7369 મૂકી ગયેલ છે.
આ બિનવારસી મશીન ને કોઈ નુકસાન થાય તો ગામલોકોની કોઈ જવાબદારી રહેશે નહીં. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ગ્રામજનોએ લેખિત જાણ પોલીસને કરી હતી જોકે સવારે જોતા વાડામાં એક સફેદ કલરની સ્વીફ્ટ કાર પણ ત્યાં પડેલી હતી અને કારના પાછળના ભાગે કાચની તોડફોડ કરી હતી. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું છે કે આ મશીન લીઝવાળાઓનું છે અને કારની તોડફોડ કરી ગ્રામજનોને માથે પાડવાની રેતી માફિયાઓની ચાલ અમે ચલાવી દઈશું નહીં. આ પ્રવૃત્તિથી ગ્રામજનો વિફર્યા હતા, અને કોઈપણ સંજોગોમાં રેતી નહીં ઉલેચવા દેવા ગ્રામજનો ચીમકી પણ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામે છેલ્લા એક માસથી મફુક રખાય રેતીની પુનઃ ચાલુ કરવા તંત્ર સાબદુ બનતા શીશોદરા ગામમાં અગાઉ પોલીસે કુમક ખડકી દેવાઈ હતી અને ગ્રામજનો વિરોધ કરવા મેદાને આવ્યા હતા. નર્મદા ભાઠામાં રેતી ખનન કરવાના વિરોધમાં મહિલાઓ સહિત ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં એકઠા થઈને અગાઉ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગામમાં આઉટ પોસ્ટ પોલીસ મથકે ડીવાયએસપી અને મહિલા પોલીસના કાફલા સહિત 110 જેટલા પોલીસ ખડકી દેવાતા સિસોદરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
અગાઉ ગામની મહિલાઓ પોલીસ મથક પાસે ધરણાં પર બેસી ગઈ હતી અને ભજન ધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરી રેતીના અધિકારીઓને ગામમાં નહીં પ્રવેશવા દેવાનો નિર્ણય કરીને બેસતા અધિકારીઓ ગ્રામજનોનો રોષ જોઈને ગામોમાં ફરક્યા નહોતા છેવટે પોલીસ પણ વિદાય થઈ ગઈ હતી. હવે ફરીથી મશીન મૂકી રેતી ઉલેચવા ના પ્રયાસો સામે ગ્રામજનો વિફર્યા હતા. જોકે ગાંધીનગરથી લીઝ ના ઓર્ડરને રેતીની લીઝ ની પરવાનગી મળેલો હોય સિસોદ્રા નર્મદામાં રેતી ખનનની પ્રવૃત્તિ ફરીથી શરૂ કરવાના મામલે ગ્રામજનો સાથે પુનઃ દર્શન થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.
આ અંગે ગ્રામજનોએ જણાવ્યું છે કે રેતી ખનન હશે તો નદીની રેતી ઉડવાથી રસ્તો ખલાસ થઈ જશે વચ્ચે ઓરી ગામ ની પ્રાથમિક શાળા આવે છે તેને અસર થશે. આ રસ્તો ખેતરમાં જવાનું છે તો ખેડૂતો શેરડી કેળ કાપવા ખેતરમાં કેવી રીતે જશે ? અહીં આદિવાસીઓના ઘર આવેલા છે ચોમાસામાં રેતી ખોદવાથી નર્મદાના પાણી ગામમાં ઘૂસી જવાની ભીતિ છે. આ પ્રવૃત્તિથી ગામના પર્યાવરણને મોટું નુકસાન થાય તેમ હોવાથી નર્મદા તટે નર્મદા જયંતિ સહિત ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે. એવી રેતી વહન માટે રસ્તા માટે ગ્રામ પંચાયતની મંજૂરી લીધી ન હોવાનું જણાવી ગ્રામજનોનો વિરોધ કરી રહ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા