ધો.10-12ની બોર્ડ પરીક્ષા દરમિયાન એસ.ટી. બસ ખંભાળિયા સમયસર અને સારી બસો દોડાવવા રજુઆત

આગામી તા.૫ માર્ચથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરિક્ષા શરુ થવાની હોય જેમાં જામખંભાળિયા તાલુકા અને આજુ બાજુ નાં તાલુકાઓ અને ગામડાંઓમાથી હજારો પરિક્ષાર્થીઓ અપડાઉન કરતા હોય. આ પરિક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓને સમયસર પરિક્ષા કેન્દ્ર પર પહોંચવું ખુબજ જરૂરી બની જાય છે, પરિક્ષાર્થીઓ માટે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ જ અગત્યનું હોય છે, ત્યારે આ બાબતોને ધ્યાને લઈ ખંભાળિયાના યુવા પત્રકારો મુસ્તાક સોઢા અને મુસ્તુફા સુમરા દ્વારા ડેપો મેનેજર સહીત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.
રજુઆત માં જણાવ્યું છે કે હજારો પરીક્ષાર્થીઓ આજુ બાજુનાં વિસ્તારમાંથી અહીં ખંભાળીયા પરિક્ષા કેન્દ્ર પર પરિક્ષા આપવા માટે આવતા હોય છે ત્યારે તે વિદ્યાર્થીઓ એસ.ટી બસમાં અપડાઉન કરતા હોય છે.. ક્યારેય એવું પણ બને છે કે બસ તેમના નિર્ધારિત સમય કરતા મોડી આવતી હોય છે, ક્યારેક બસ બ્રેક ડાઉન થતી હોય છે અમુક સંજોગો આવા બનતા હોય છે ત્યારે ડેપો મેનેજર દ્વારા આ બાબતે ખાસ તકેદારી રાખી અને ગામડાંઓ માંથી આવતા પરીક્ષાર્થીઓ માટે ખાસ સારી બસની વ્યવસ્થા અને સમયસર રીતે તે બસ દોડે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમજ રસ્તા પર વિધ્યાર્થીઓ ઉભેલા હોય અને બસ સ્ટોપ ન હોય છતાં પણ બસ ઉભી રાખી પરિક્ષાર્થીઓને બસોમાં બેસાડવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.