5 કિલોમીટર મેરેથોન દોડમાં વણધોલ ગામના ખેલાડીઓએ ગૌરવ વધાર્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રવિવારના રોજ 5 કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજયનગર તાલુકાના ચાર ખેલાડીને આખા તાલુકાનું ગૌરવ વધાર્યું આ દોડમાં સ્થાન મેળવનાર વિજયનગર તાલુકાના આદિવાસી સમાજના યુવાનો અને યુવતી છે જેઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે જેમાં રાહુલ ખરાડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. રજનીકાંત કોટવાલ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ. ગોવિંદ ખરાડી બીજા સ્થાને પ્રાપ્ત કરેલ.
રેખાબેન ખરાડી ત્રીજુ સ્થાન પ્રાપ્ત કરી આખા વિજયનગર તાલુકાનું ગૌરવ વધાર્યું છે અને જેમાં વિજયનગર તાલુકામા વણધોલ ગામ એવું છે જેમાં દરેક વર્ષે ઉત્સાહી યુવાન અને યુવતીઓ ભાગ લેતા હોય છે અને આ વર્ષ ૨૦૨૦માં ટોટલ ૭ યુવાન અને યુવતીઓ ને ભાગ લીધો હતો એમાં ટોપ ૧૦ માં ૭ એ જણા સ્થાન પ્રાપ્ત કરીને જિલ્લા કક્ષાએ વણધોલ ગામનું નામ રોશન કર્યું હતુ.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)