ઉપલેટા પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફુટ પેકેટ આપવામાં આવ્યા

ઉપલેટા : મહે.પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણાં સાહેબ ની સુચના મુજબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારનાઓના માર્ગદર્શન હેઠળ ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ વી.એમ.લગારિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા ઉપલેટા સરકારી હોસ્પિટલની મુલાકાત લેવામાં આવેલ તથા હોસ્પિટલ માં દાખલ તમામ દર્દીઓને ફુટ પેકેટ આપવામાં આવેલ તમામ દર્દીઓને અન્ય કોઈ પણ પ્રકારની મદદ જરૂરિયાત હોય તો ઉપલેટા પોલીસ નો સંપર્ક કરવા જણાવાયું છે.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)