દેશમાં મોટા બદલાવ આવી રહ્યા છે : મોદી સરકાર

દેશમાં મોટા બદલાવ
દેશમાં મોટા બદલાવ આવી રહ્યા છે. મોદી સરકાર ૫ નવા નિયમોને લાગુ કરવાની છે. જેની સીધી અસર લોકો પર પડશે. જે લોકોના બેંકમાં એકાઉન્ટ છે. તેમણે આ નવા નિયમો સામાન્ય લોકોની અર્થવ્યવસ્થામાં મોટા બદલાવ આવશે.
બેંક એકાઉન્ટ થઈ શકે છે બ્લોક
SBI માં ખાતું હોય તો કેવાયસી હોવું જરૂરી છે. SBIએ ખાતાધારકોને આ મુદ્દે SMS પણ મોકલ્યો છે. બેંકે આપેલી માહિતી પ્રમાણે કસ્ટરર્સ માટે કેવાયસીની પ્રક્રિયા પુરી કરવાની છેલ્લી તારીખ ૨૮ ફેબ્રુઆરી હતી. જો ગ્રાહકો દ્વારા કેવાયસી નહી આપનારનું એકાઉન્ટ બંધ કરાશે.
એલપીજીની કિંમતમાં ઘટાડો થશે
હોળી પહેલાં લોકોને એલ.પી.જી.ની કિંમતમાં ઘટાડાની રાહત મળી શકે છે. આખા દેશમાં દર મહિને એલ.પી.જી.ની કિંમત બદલાય છે. મોટી ઓઇલ કંપનીઓ દર મહિને એલ.પી.જી.ની કિંમતમાં ફેરફાર કરે છે. આ વખતે કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
૨૦૦૦ ની નોટ અઝખનાં નહી મળે
ભારતીય બેંક ખાતાધારકો માટે મોટો બદલાવ કર્યો છે. હવે ATMમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટ બહાર નહીં આવે. ઇન્ડિયન બેંક દ્વાર આપવામાં આવેલી માહિતી પ્રમાણે ATMમાં ૨૦૦૦ રૂપિયાની નોટ નીકળવાનો વિકલ્પ બંધ થઈ જશે કારણ કે આ નોટ માર્કેટમાં ચલાવવામાં ગ્રાહકોને બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે.
લોટરીના નિયમમાં બદલાવ
૧ માર્ચથી લોટરી પર ૨૮ ટકા GST લાગશે. GST કાઉન્સિલે ગયા વર્ષે આ નિર્ણય લીધો છે. નવો ATM નિયમ RBI એ ATM કાર્ડ સાથે જોડાયેલો નવો નિયમ જાહેર કર્યો છે. RBI એ બેંકોને માત્ર ડોમેસ્ટિક કાર્ડનો ATM માં ઉપયોગ કરવા માટે કહ્યું છે. RBI એ કહ્યું છે કે ઇન્ટરનેશનલ લેવડદેવડ માટે અલગ મંજૂરી લેવી પડશે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)