એક અઠવાડીયાની અંદર બીજી દુષ્કર્મની ઘટના સામે આવતાં ચકચાર

રાજકોટ શહેર તા.૨.૩.૨૦૨૦ ના રોજ એક અઠવાડીયાની અંદર બીજી દુષ્કર્મની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે પરિણીતા સાથે ત્રણ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં મહિલાને કામ અર્થે બોલાવી પરિણીતા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં નટુ સોજીત્રા તથા અન્ય બે શખ્સો પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર ઘટના બાબતે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટની બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગ્રીનલેંડ ચોકડી પાસે સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે. જેતપુરની ગ્રીન લેન્ડ ચોકડી પાસે પરિણીતાને રાજકોટ કેટરીંગનાં કામ અર્થે બોલાવવામાં આવી હતી. ત્રણ વ્યક્તિઓએ મહિલાને કેટરીંગનાં કામ માટે બોલાવી હતી. તેને એક ફ્લેટ પર લઇ ગયો હતો. ફ્લેટ પર લઇ ગયા બાદ તેને તેના અન્ય મિત્રોને ફોન કરી ફ્લેટ પર બોલાવ્યા હતા. જે બાદ તેની ધાક ધમકી આપી એક બાદ એક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
નરાધમઓથી છુટકારો મળતાં મહિલાએ શહેરની સિવિલ હોસ્પિટલ પાસે આવી અભયમની ટીમને જાણ કરી હતી. જે બાદ અભ્યમની ટીમ તે પીડિતાને લઈ શહેરની મહિલા પોલીસ સ્ટેશને પહોંચીને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. હાલ પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લખનીય છે. કે રાજકોટ જીલ્લાની અંદર પણ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ચાર દિવસ પહેલા નોંધાયેલી ફરિયાદમાં હજુ પણ કોઇ પોલીસ કાર્યવાહી થઈ નથી. ભાજપ અગ્રણી સહિત તેના બંને મિત્રો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે સવાલ તો એ થાય છે કે, આખરે આરોપીઓને પકડવામાં પોલીસ શા માટે નિષ્ક્રિય થઈ રહી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)