મોદીએ સોશિયલ મીડિયા છોડવાની વાત કરતાં સોશિયલ મીડિયા કંપનીઓને છૂટી ગયો પરસેવો…!!

પીએમ નરેન્દ્ર મોદી સંભવત: એ હસતીઓની યાદીમાં સામેલ થવા જઇ રહ્યા છે જેમણે સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. આ હસતીઓના એકાઉન્ટ બંધ કરવા પર સોશિયલ મીડિયાને કદાચ મોટું નુકસાન થયું નહીં હોય જે પીએમ મોદીના નિર્ણયથી થઇ શકે છે કારણ કે તેઓ માત્ર દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના વડાપ્રધાન જ નથી પરંતુ સોશિયલ મીડિયાની સૌથી લોકપ્રિય હસતીઓમાં સામેલ છે, તેમના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે. પીએમ મોદીએ સોમવારે રાત્રે ટ્વીટ કરી કહ્યું કે તેઓ સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટને છોડવાનો વિચાર કરી રહ્યા છે. તેમના આ નિવેદનથી ફૈન્સમાં ખૂબ નિરાશા વ્યાપી ગઇ છે. તો બીજીબાજુ સોશિયલ મીડિયા કંપનીઓ ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ઇંસ્ટાગ્રામના માલિકોને પણ પરેશાન કરી શકે છે. મોદીની એક ટ્વિટે આ કંપનીઓનો પરસેવો છોડાવી દીધો છે.
સોશિયલ મીડિયા માટે ભારત મોટું બજાર
130 કરોડની વસતીવાળા ભારત સોશિયલ મીડિયા કંપનીઓ માટે મોટું બજાર છે. પીએમ નરેન્દ્ર મોદી ભારતની સૌથી લોકપ્રિય હસતીઓમાંથી એક છે જેમના કરોડો ફોલોઅર્સ છે. તેઓ દેશના એ નેતાઓમાં છે જેમણે સોશિયલ મીડિયાનો ઉપયોગ એક દાયકાથી પણ વધુ સમય પહેલાં શરૂ કરી દીધો હતો. તેઓ તેના મહત્વને સમજયા હતા કે કંઇ રીતે સામાન્ય પ્રજા સાથે જોડાઇ શકાય છે. પીએમ મોદીની એક-એક ટ્વીટ અને ફેસબુક પોસ્ટની હજારોની સંખ્યામાં લોકો લાઇક અને રિટ્વીટ કરે છે.
લોકો તેમની એક-એક પોસ્ટ પર નજર રાખે છે. યુટ્યુબ પર તેમના એક-એક વીડિયોને લાખો લોકો જુએ છે. જો આંકડાની વાત કરીએ તો ફેસબુક પર તેમના 4.4 કરોડથી વધુ, ઇંસ્ટાગ્રામ પર 3.5 કરોડ, ટ્વિટર પર 5.3 કરોડથી વધુ ફોલોઅર્સ છે તો યુટ્યુબ પર તેમના 45 લાખ સબક્રાઇબર છે. જે શખ્સના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા દુનિયાના કેટલાંક દેશોની વસતીથી પણ વધુ છે તો આ હેન્ડલને બંધ કરવા પર સોશિયલ મીડિયા કંપનીઓના માથા પર ચિંતાની લકીરો. ચોક્કસ જોવા મળશે.
ટ્રેન્ડ સેટ કરનાર જ અંતર રાખશે તો શું કરશે ફેસબુક, ટ્વિટર
ચૂંટણી જીતમાં પીએમ મોદી અને તેમની પાર્ટી ભાજપની સફળતાની પાછળ સોશિયલ મીડિયા મોટું કારણ રહ્યું છે જે પ્રજા અને તેમની વચ્ચે કનેકટ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ચૂંટણી કેમ્પેઇન હોય કે સ્કૂલના બાળકો સાથે સંવાદ, તેમણે તેમના માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. પીએમ મોદીએ એક ટ્રેન્ડ સેટ કર્યો જેનો બીજા નેતાઓએ પણ અનુસરણ કર્યું. તેમની સફળતામાંથી શીખ મેળવતા કેટલાંય નેતાઓએ પોતાને સોશિયલ મીડિયા સાથે જોડ્યા.
અત્યાર સુધીમાં તમામ પાર્ટીઓના પોતાના આઇટી સેલ સુદ્ધાં ઉભા થઇ ચૂકયા છે તો દિવસભર સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રેન્ડ અને સમાચારોનું મોનિટરિંગ કરતા રહે છે. આપને જણાવી દઇએ કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પીએમ મોદી બાદ ઘણા સમય પછી સોશિયલ મીડિયા સાથે જોડાયા છે. પીએમ મોદી સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારતમાં એકતરફી બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકયા છે. તેમની લોકપ્રિયતા જ છે કે ભારત આવવા પર સોશિયલ મીડિયા કંપનીઓના માલિક તેમની મુલાકાત કરે છે અને અમેરિકાના પ્રવાસ પર ફેસબુક ચીફ માર્ક ઝુકરબર્ગે તેમને પોતાના હેડક્વાર્ટર્સ આવવા માટે આમંત્રણ આપ્યું હતું.
ભારતે લોન્ચ કરી પોતાની કંપની તો શું થશે અસર
સોશિયલ મીડિયા કંપનીઓના મનમાં એ ચિંતા પણ પેસી ગઇ છે કે કયાંક ભારત કંપની તો શરૂ નથી કરવા જઇ રહીને. એવી અટકળો પણ છે કે પીએમ મોદી હવે માત્ર નમો એપથી જ પ્રજા સાથે સંવાદ કરી શકે છે. ફેસબુક, ટ્વિટર જેવી સોશિયલ મીડિયા કંપનીઓને ડર ઉભો થાય તે સ્વાભાવિક છે કારણ કે પીએમ મોદી કેટલાંય મોકા પર ફેક ન્યૂઝ પર લગામ લગાવાની અપીલ આ કંપનીઓને કરી ચૂકયા છે પરંતુ આ અપીલની કોઇ અસર દેખાઇ નથી. બની શકે કે પીએમ મોદીની આ ટ્વીટ એ કંપનીઓ પર દબાણ બનાવાની કોશિષ છે.
જો તેનાથી ઉલટુ ભારતે પોતાની કંપની શરૂ કરી અને પીએમ મોદી તેની સાથે જોડાય છે તો ચોક્કસ તેમના ફોલોઅર્સ અને બીજા દેશવાસીઓ પણ આ રૂખ અપનાવશે. તેનાથી એ સોશિયલ મીડિયા મંચની લોકપ્રિયતા ભારત અને દુનિયામાં વધશે તેનાથી સ્વાભાવિક છે કે ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ અને ઇંસ્ટાગ્રામની લોકપ્રિયતા પર અસર પડી શકે છે. જો કે હજુ આ ચારમાંથી એકપણ સોશિયલ મીડિયા કંપનીની તરફથી કોઇ પ્રતિક્રિયા આવી નથી.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)