ધારાસભ્યોના સમૂહભોજનને લાગ્યું હોર્સ ટ્રેડીંગનું ગ્રહણ..?

હાલમાં વિધાનસભા સત્રની શરૂઆતથી જ રાજ્ય સરકારના મંત્રી દ્વારા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોના સમુહ ભોજનનું આયોજન વિધાનસભના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની લેખિત મંજૂરી સાથે કરવામાં આવ્યું છે. પણ આ સમૂહ ભોજન સમારંભને હોર્સટ્રેડીંગ નું ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે.
સામાન્ય રીતે વિધાનસભાના સત્ર દરમિયાન આવા સમૂહ ભોજનના કાર્યક્રમ અધ્યક્ષની મંજુરી સાથે થતા હોય છે. આ વિધાનસભાના સત્ર દરમિયાન પણ રૂપાણી સરકારના મંત્રીએ ભાજપ-કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યોનું સમૂહભોજન ગોઠવતા આ વિવાદ ઊભો થયો છે. ભાજપના નેતૃત્વ મંડળનું આ સમૂહ ભોજન તરફ ધ્યાન ગયું તો પ્રદેશ નેતાઓના ઓએ તાત્કાલીક ધોરણે આ પ્રકારના સમૂહ ભોજન બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. સાથે જ ભાજપના સિનિયર મંત્રીઓ દ્વારા પણ આ પ્રકારના કાર્યક્રમથી દૂર રહેવાનું સૂચન કરી દેવાયું છે.
આગામી ૨૪ માર્ચના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપની ત્રણ બેઠક છે જયારે કોંગ્રેસના એક જ બેઠક છે. પરંતુ રાજ્યની રાજકીય ગણિત મુજબ હવે ભાજપ પાસે બે અને કોંગ્રેસ ના ફાળે બે બેઠક આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજ કારણ છે કે, ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે. બંને પક્ષોના નેતાઓ દ્વારા વિરોધ પક્ષના MLA પોતાના સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
વિધાનસભાની શરૂઆતથી જ ભાજપના આ મંત્રી દ્વારા કોંગ્રેસના ૧૫ જેટલા ધારાસભ્યો સાથે ભોજનનું આયોજન કરાયું છે. જોકે નવાઈની વાત એ પણ છે કે, આ તમામ કાર્યક્રમ માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા મંજૂરી પણ આપવામાં આવી હતી. જોકે આ મામલે જ્યારે મહત્વનું છે કે, આ પ્રકારના સમૂહ ભોજનનો આયોજન કરનાર મંત્રી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે. ત્યારે શરૂઆતમાં પ્રદેશ નેતૃત્વ તેમજ સરકારના મંત્રીઓના આ દેશની અવગણના કરી હતી અને પોતાનો કાર્યક્રમ એક સપ્તાહ સુધી ચાલુ રાખ્યો હતો.
આખરે સમગ્ર મામલે મુખ્ય પ્રધાન દ્વારા ટકોર કરાઇ હતી. જે બાદ ભાજપ અને કોંગ્રેસનો આ સમૂહ ભોજન હાલ બંધ થયું છે. જોકે સરકારના જે મંત્રી દ્વારા આ પ્રકાર આયોજનની જાણ થતા જ ગુજરાત પ્રદેશ મિત્રો તેમજ સરકારના સિનિયર નેતાઓના હોશ ઉડી ગયા હતા. પોતાની જ નાક નીચે કંઈક રંધાતું હોવાના અણસાર આવી ગયા હતા. રાજ્યસભાની ચૂંટણી પહેલા આ પ્રકારનો કાર્યક્રમ એ ભાજપ માટે નુકસાનરૂપ સાબિત થઈ શકે છે. હાલમાં તો સમૂહ ભોજન પર પૂર્ણવિરામ લગાવી દેવામાં આવ્યો છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)