છેલ્લા પાંચ મહિનાથી આંગણવાડી કાર્યકર બહેનો વગર ચાલતી આંગણવાડી !

આંગણવાડી કાર્યકર બહેને સ્વૈચ્છિક રાજીનામું આપતા ખાલી પડેલી જગ્યા પર પાંચ મહિનાથી કોઈ નવી નિમણૂક થઇ નથી. આસપાસ ગંદકી અને જર્જરીત મકાન બાબતની ફરિયાદ છતાં પગલાં ભરાયા નથી. આંગણવાડી માં આવતા છ વર્ષથી ઓછી વયના નાના ભૂલકાઓ તૂટીફૂટી ગયેલી અને ઉબડખાબડ ફર્શ ઉપર અંધારીયા અને હવા ઉજાસ વગર મકાન ભણવા આવે છે ! આંગણવાડી મકાન પાછળ સ્થાનિક લોકો કુદરતી હાજતે જતા હોવાથી ભારે દુર્ગંધ મારતા મકાનની બારી ખોલી શકાતી બાળકો અંધારિયા મકાનમાં પૂરાઈ રહેવા માટે મજબૂર.
પાયાના શિક્ષણ ગણાતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ નું પ્રથમ પગથિયું એટલે આંગણવાડી જેમાં 6 વર્ષના માસૂમ બાળકોને માતા – પિતા શિક્ષણના પાઠ ભણવા માટે આંગણવાડીમાં મોકલે છે. પણ રાજપીપળાના દક્ષિણ ફળિયામાં આવેલી આંગણવાડી ના ખસ્તા હાલ જોઈને માથું શરમથી ઝૂકી જાય તેવી શરમજનક આંગણવાડી દુર્દશા સામે આંખ આડા કરતા અધિકારીઓ સામે વાલી વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી જન્મી છે, આ આંગણવાડીને મુલાકાતો લો તો આંગણવાડીમાં કાર્યકર બહેનો જ નથી !
એકમાત્ર આયા બેન ચલાવે છે આંગણવાડી ! કારણકે આંગણવાડી કાર્યકર બહેને સ્વૈચ્છિક રાજીનામું આપતા ખાલી પડેલી જગ્યા પર પાંચ મહિનાથી આજદિન સુધી કોઈ નવી નિમણૂક થઇ નથી, તેથી એકમાત્ર આયાબહેન થી આ આંગણવાડી ચાલે છે ! આંગણવાડીનું મકાન જુઓ તો શરમ આવે આ આંગણવાડી માં આવતા છ વર્ષથી ઓછી વયના નાના ભૂલકાઓ ભણવા આવે છે.આ રૂમની ફર્સ તૂટેલી છે અને ઉબડખાબડ ફર્સ વાળો અંધારિયા ખંડમાં હવા ઉજાસના ઠેકાણા નથી, કારણ એ છે કે આંગણવાડી મકાનની પાછળ સ્થાનિકો કુદરતી હાજતે જતા હોવાથી ભારે દુર્ગંધ મારતા મકાનની બારી ખોલી શકાતી ન હોય બાળકો અંધારિયા મકાનમાં ભણવા માટે મજબૂર થયા છે.
આંગણવાડી થી આગળ જાહેર હેન્ડપંપ મુકેલો છે. જેનું વહેતું ગંદુ પાણી ખાબોચીયા થી ભરાઈ જતા કોઈ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અહીં ગંદકી પાર વગરની છે. બાળકો રોગના ભોગ બની શકે તેમ છે, આ બાબતની ફરિયાદ અગાઉ એક વાલીએ કરી હતી, છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી ! જવાબદાર અધિકારીઓ આ અંગે ઘટતું કરે તેવી વાલીઓની માંગ ઉઠી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા