ધાનેરા વિસ્તારમાંથી બે બોગસ તબીબ ઝડપાયા

ધાનેરા વિસ્તારના કેટલાક ગામડાઓમાં પણ બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાલુકાના શેરગઢ અને ધર્ણોધર ગામે દરોડા પાડી બે બોગસ તબીબોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોગ્ય વિભાગ દ્વારા આ બંને તબીબો સામે લાલ આંખ કરતાં અન્ય બોગસ તબીબોમાં ફફડાટ મચી જવા પામી છે.