BRC ભવન ઓલપાડ ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ

ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના કુલ ૧૩૮ દિવ્યાંગ બાળકોને લાભ આપવામા આવ્યો. સર્વ શિક્ષા અભિયાન મિશન સુરત આઈ. ઇ. ડી. અંતર્ગત ૬ થી ૧૪ વર્ષના ઓ.એચ., સી.પી., એચ.આઈ. તથા એમ.ડી. કેટેગરીના દિવ્યાગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમા ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના એસેસમેન્ટ થયેલ દિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે સાધન સહાય પુરી પાડવામાં આવી હતી. જેમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના કુલ ૧૩૮ દિવ્યાંગ બાળકોને લાભ આપવામા આવ્યો હતો.
આ પ્રસંગે ઓલપાડના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ અને જિલ્લા આઈ. ઇ. ડી. કો-ઓર્ડીનેટર મલકેશ ભાઈ વાઘેશ્વરીએ બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપી લાભાર્થી બાળકોને કેલિપર્સ, વ્હીલચેર, સી.પી.કેર, કુત્રિમ પગ, ટ્રાઇસિકલ વગેરે જેવા સાધનોનું વિતરણ કર્યુ હતું. આ પ પ્રસંગે વાલીઓ અને બાળકોમા ખુશી જોવા મળી હતી. બાળકોની સાધન વિતરણ માટે એલિમકો સંસ્થાના ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ઓલપાડ તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર બળવંત પટેલ, મિલન પટેલ, વત્સલતા પટેલ, કૈલાશ ચુડાસમા તથા ચોર્યાસી તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર શીલા પટેલ, હેમલતા પટેલ, તથા દિલીપ ખસીયાએ જહેમત ઉઠાવી હતી. એમ તાલુકાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.