અમદાવાદમાં કોરોનાવાયરસને લઇ ટેસ્ટીંગ લેબ ઉભી કરાઇ….!

કોરોનાવાયરસ ચીનને તબાહ કરવા માટે હઠ કરીને બેઠું હોય તેવી ભયજનક સ્થિતિ ઉભી થઇ છે. દક્ષિણ પૂર્વ ચીનમાં એક શખ્સને માત્ર 15 સેકન્ડમાં કોરોનાવાયરસે સંક્રમિત કરી દીધો છે જેને પગલે વિશ્વમાં ચિંતાનું મોજું ફરી રહ્યું છે. ત્યારે ભારતમાં અત્યારે કોરોનાવાઇરસનાં ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવે છે. પરંતુ હવે અમદાવાદનાં બી.જે.મેડિકલ કોલેજમાં જ આ સુવિધા ઉપલ્બ્ધ કરાવવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજમાં કોરોનાવાઇરસને લઈ ટેસ્ટીગ લેબ પણ ઉભી કરવામાં આવી છે. જેથી હવે કોરોનાવાયરસનો ટેસ્ટ ગુજરાતમાં થઇ શક્શે. ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોનાવાયરસે હવે આપણા દેશમાં અર્થવ્યવસ્થાને અસર કરવાની શરૂઆત કરી દીધી છે. જેને લઇને હવે સરકાર પણ એક્શનમાં આવી ગઇ છે. આ જીવલેણ વાયરસની ભયાનકતા વચ્ચે, આરોગ્ય મંત્રાલય દ્વારા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેની યાદી બહાર પાડવામાં આવી છે.
રિપોર્ટ : અલ્પેશ રાઠોડ (અમદાવાદ)