કેબિનેટ મંત્રીશ્રીની અધ્યક્ષ સ્થાને સમૂહ લગ્નની સાધારણ સભાનું આયોજન

હારીજના નવરંગપુરા મુકામે હારીજ તાલુકાના 42 ગોળનાં 21 માં સમૂહ લગ્નનાં આયોજન માટે આદરણીય કેબિનેટ મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરનાં અધ્યક્ષ સ્થાને એક સભાનું આયોજન કરાયું હતું. જેમાં મંત્રીશ્રી દ્વારા બાળલગ્નનો બહિષ્કાર કરવો સમાજમાંથી વ્યશનનો ને તેલાંજલિ આપવી તથા સમાજને શિક્ષણની રાહ પકડવા તથા અંધશ્રધ્ધામાંથી બહાર નીકળવા હાકલ કરી હતી.
આ પંસગે 42 ગોળ ઠાકોર સમાજનાં પ્રમુખ માનસંગજી અને મંત્રીશ્રી ઉદાજી ઠાકોર દ્વારા સમાજનાં જૂના રિવાજો ને દૂર કરી સમગ્ર સમાજ ને આધુનિકતા તરફ આગળ ધપાવા નવું બંધારણ અમલમાં મુકીયું હતું. આ પ્રસંગનાં ભોજન દાતા ચેહુજી ઠાકોર રહિયા હતા. આ પ્રસંગે ડૉક્ટર ડી.વી ઠાકોર, પ્રતાપજી,બાબુજી(ધધાણા સરપંચ),ભુરજીભાઇ,મણાજી,પ્રતાપજી,ધરસિંહજી,બચુજી (પ્રમુખ,ઠાકોર સેના),બળવંતજી વગેરે સહિત સમાજના મોટી સંખ્યામાં અગ્રણીઓ તથા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ઠાકોરે કર્યુ હતું.