જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને મળતા અકસ્માત વીમાની રકમ ડબલ કરાઈ

જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને મળતા અકસ્માત વીમાની રકમ ડબલ કરાઈ
Spread the love

જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ની તાજેતર માં જનરલ બોર્ડબેઠક માર્કેટિંગ યાર્ડના પ્રમુખ દેવા ભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં માર્કેટિંગ યાર્ડના સદસ્ય તેમજ પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિય, ઉપપ્રમુખ સી. એમ. વાછાણી, સદસ્યો જયસુખભાઈ વડલિયા, બ્રિજરાજસિંહ જાડેજા, ચીમનલાલ આશાની, કરશનભાઈ કરગિયા,રાજુ ભાઈ કાલરીયા, ધાનાભાઈ બેરા, રામ ભાઈ બારીયા, ઉકાભાઈ નારિયા, નરેન્દ્ર ભાઈ કડીવાર, કિશોર સિંહ જાડેજા, સામત ભાઈ બારીયા વગેરે ઉપસ્થિત રહેલા હતા.

માર્કેટિંગ યાર્ડમાં સર્વ સભ્યો ની સમંતી થી ખેડૂતો ને જે અકસ્માત સહાય વીમો રૂ.એક લાખ જેવી રકમ મળતી હતી જે આ બેઠક માં વધારી ને બે લાખ અકસ્માત વીમા રકમ ખેડૂતો ને ચૂકવાશે તેવો નિર્ણ ય લેવા માં આવ્યો.આમ આ વીમાની રકમ ડબલ કરી દેવામાં આવેલ છે. તેમજ માર્કેટિંગ યાર્ડમાં જણશીની આવક ખૂબ જ પ્રમાણ માં છે.માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને અગવડતાના પડે તેવી બધા જ પ્રકારની સગવડ સુવિધા કરી આપવામાં આવેલ છે.આ ઉપરાંત જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ખરો તોલ અને રોકડ પૈસાનું સૂત્ર સાર્થક થતું જણાઈ છે. તેમજ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ દેવાભાઈ પરમારના શાસન દરમિયાન માર્કેટિંગ યાર્ડમાં 6 છ કરોડ જેવા વિકાસના કામો કરવામાં આવ્યા છે.

રિપોર્ટ : વિજય બગડા (જામજોધપુર)

IMG-20200304-WA0024.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!