જૂનાગઢના ઘરફોડ-વાહન ચોરી-વાહન ચેકીંગ અને નાઈટ રાઉન્ડમાં ખાસ પેટ્રોલીંગ

જૂનાગઢના ઘરફોડ-વાહન ચોરી-વાહન ચેકીંગ અને નાઈટ રાઉન્ડમાં ખાસ પેટ્રોલીંગ
Spread the love

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા હાલમાં હોળી, ધુળેટીનો તહેવાર નજીકમાં હોઈ, જૂનાગઢ શહેર તેમજ જિલ્લાના વિસ્તારોમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, જેવા મિલકત વિરુદ્ધના ગુન્હાઓના પ્રમાણ વધેલા હોઈ, જિલ્લાના તમામ થાણા અમલદારોએ ખાસ પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગ તેમજ નાઈટ રાઉન્ડમાં સ્ટાફના વધુ માણસો ફાળવી, વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

ડીવયએસપી પ્રદીપ સિંહ ના જણાવ્યા પ્રમાણે પોલીસ સ્ટાફ દ્વારા જિલ્લામાં સઘન વાહન ચેકીંગ હાથ ધરવા તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવી, હોટલ ધાબા ચેકીંગ, મજૂરોના દંગા ચેકીંગ તેમજ અવાવરૂ જગ્યાઓએ ખાસ ચેકીંગ હાથ ધરી નાઈટ રાઉન્ડમાં સ્ટાફના વધુ માણસો ફાળવી, જુદા જુદા પોઇન્ટ તથા સોસાયટી વિસ્તારમાં શકમંદોને ચેક કરવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવીને જૂનાગઢ પોલીસ દ્વારા ઘરફોડ ચોરી, વાહન ચોરી, સાદી ચોરી, લૂંટ જેવા મિલકત વિરુદ્ધના ગુન્હાઓ અટકાવવા માટે પગલાંઓ ભરવા પ્રયત્નો હાથ ધરવાની સાથે સાથે લોકોને પણ સાવચેતી રાખવા પોલીસ દ્વારા પગલાંઓ ભરવામાં આવેલ છે.

જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા લોકોની સાવચેતી માટે. *હાલમાં હોળી ધુળેટીના તહેવાર નજીકમાં હોઈ, પોતાના કિંમતી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ઘરે નહિ રાખી, બેંકમાં સેઇફ ડિપોઝિટ વોલ્ટ લોકરમા રાખવા તથા જ્યારે ઘર બંધ કરીને બહારગામ જવાનું થાય ત્યારે પાડોશીઓ તથા પોલીસને જાણ કરવા પણ વિનંતી કરવામાં આવેલ છે, જેથી લાગતા વળગતા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ તથા ધ્યાન આપી શકાય.

ઉપરાંત, લોકોએ પોતાના મકાનમાં પણ પૂરતી સુરક્ષા રાખવા તથા તકેદારી રાખવા પણ વિનતી કરવામાં આવેલ છે. રૂપિયાની હેરફેર કરતા, બેંકમાં રોકડ વ્યવહાર કરવા સમયે તથા રોકડ રકમ લેવા લાવવા જતાં આવતા પણ ખાસ તકેદારી રાખવા પણ સૂચના કરવામાં આવેલ છે. પોતાના વાહનો લોક કરીને પાર્ક કરવા તેમજ ઓનલાઇન ટ્રાંજેકશનમા પણ સાવચેતી રાખવા તેમજ પોતાની ગુપ્ત માહિતી તથા પિન નંબર જાહેર નહિ કરવા તેમજ મોબાઈલ ઉપર બેંક ખાતાને લગતી કોઈ માહિતી નહિ આપવા પણ વિનતી કરવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જુનાગઢ બ્યુરો ચીફ

IMG-20200304-WA0025.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!