CAAના સમર્થનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ભવ્ય પદયાત્રા, કલેક્ટરને અપાયા આવેદનપત્રો

CAAના સમર્થનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ભવ્ય પદયાત્રા, કલેક્ટરને અપાયા આવેદનપત્રો
Spread the love

અમદાવાદ

શ્રી રાષ્ટ્રિય રાજપુત કરણી સેના આયોજિત પદયાત્રા માં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સહિત વિવિધ હિન્દુ સંગઠન દ્વારા અમદાવાદમાં સીએએ કાયદાના સમર્થનમાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્રમ રોડ પર આવેલ ઇન્કમટેક્સ નજીકના શ્રી મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ થી પદયાત્રા ૨:૦૦ વાગે નીકળી ને ૪:૧૫ વાગે શ્રી મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ કલેકટર કચેરીએ પહોંચી હતી.ત્યાં સી. એ. એ.ના સમર્થનમાં, રાષ્ટ્રહિત ના આ કાયદાને આવકારતા કરણી સેના સહિત વિવધ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.

આ પદયાત્રામાં રાજસિંહ શેખાવત (શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ) તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લા કક્ષાના કરણી સેનાના આગેવાનો, કાર્યકારો સહિત વિવિધ હિન્દુ સંગઠનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો હજારોની સંખ્યામાં જોડાયા હતા. આ પદયાત્રા દરમિયાન CAA સમર્થન માં રોડ રસ્તા ઓ ભારત માતા કી જય અને વંદે માતરમ્ના નારાથી ગુંજી ઉઠ્યા હતા અને વાતાવરણ દેશભક્તિમય બની ગયુ હતુ. પદયાત્રા દરમિયાન કોઈ ટ્રાફીક સમસ્યા ના સર્જાય અને ટ્રાફીક વ્યવસ્થા જળવાય રહે તે માટે કરણી સૈનિકો સતત ખડે પગે રહ્યા હતા.

IMG-20200304-WA0054.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!