પાલનપુરમાં સાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા દિનની ઉજવણી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂરા ભારત મા ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને સાથ ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ સંચાલિત આજ તા :- 04/03/2020ના રોજ પાલનપુર સેન્ટર મા એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મહિલા દિવસ નિમિતે દરેક બ્યુટી પીનીયર જીવનમાં આગળ વધે, પોતાના પગ પર થાય તેમજ ભવિષ્યમાં સફળતા હાંસલ કરે તેવી પ્રેરણાદાયી વિચારોથી બ્યુટી પીનીયર મેનેજર મીરાંબહેન ઝાલા તરફથી મહિલાઓને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ ઉપરાંત કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરફથી પ્રેરણા મળી હોય, કોઇ સંઘર્ષકારી સ્ત્રી પાસે થી કઈ જાણવા મળતું હોય તેમજ કોઈ બ્યુટી પીનીયરને પોતાના જીવન સંઘર્ષ અને કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરફથી પ્રેરણા મળી હોય તેના ઉપર નિબંધ લખવાના, હેર પેકેજ સ્પર્ધા, ઓનલાઇન ફેસબુક લાઈક સ્પર્ધા, જેવી વિવિધ રમતો સાથે મહિલાઓના વિકાસ માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવા માટે રાજ્ય બ્યુટી પીનીયર તેમજ હોમ પીનીયરના મેનેજર મીરાંબેન ઝાલાના તરફથી વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રોગ્રામનું સફળ સંચાલન પાલનપુર પ્રોગ્રામ ઓફિસર નીરજભાઈ ચૌહાણએ કરેલ તેમજ અંતમાં જણાવેલ કે, આવનારા સમયમાં મહિલાઓના વિકાસને લગતાં વિવિધ કાર્યકમોનું આયોજન કરી મહિલાઓના ઉત્કર્ષ માં સહભાગી બનીશું.
રિપોર્ટર : તુલસી બોધુ, બ.કાં
(લોકાર્પણ દૈનિક)