ઉપલેટાના ભાયાવદર ગામના ખેડૂતોમાં કપાસના યોગ્ય ભાવ ન મળતા રોષે ભરાયાં ખેડૂતો

ભાયાવદર પંથકના ખેડૂતો એ વડા પ્રધાન અને મુખ્ય મંત્રી ગુજરાત રાજ્ય અને ગુજરાતના કૃષિમંત્રીને કવરમાં કપાસ ભરી અને ખેડૂતોની વ્યથા લખીને મોકલી છે ખેડૂતો એ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી અને સરકાર પ્રત્યેનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજકોટ ઉપલેટાના ભાયાવદર ગામના ખેડૂતો સરકાર સામે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે કપાસના પોષણ શમ ભાવ ન મળતાં હોવાને કારણે ભાયાવદર પંથકના ખેડૂતોએ આક્રોશની સાથે પોતાની વ્યથા વ્યક્ત કર્યો પત્ર લખ્યો છે અને પત્રમાં કપાસ ભરી અને વડાપ્રધાન અને મુખ્ય મંત્રી ગુજરાત અને કૃષિ મંત્રી ગુજરાતને મોકલ્યું છે.
ભાયાવદર પંથકમાં કપાસનું વાવેતર કરતા ખેડૂતોનું કેહવુ છે કે કપાસનું વાવેતર કર્યું પરંતુ અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે કપાસ માં આવેલ ફળ ખરી ગયો બાદમાં ફરી મોંઘા ભાવના જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને કપાસને ફરી ઉભો કર્યો ત્યારે કપાસના ઉભા પાકમાં ગુલાબી ઈયળો આવી ગઈ જેથી કપાસનો અળધો પાક નિસ્ફળ ગયો અને અમુક ટકા જે કપાસ ઊભો છે જેના પૂરતા ભાવ નથી મળતા મજૂરી ખર્ચ પણ નીકળતો નથી. ખેડૂતો નું કેહવુ છે કે એક વિધે વાવેતર થી લઈ અને ઉત્પાદન સુધી ૧૫ હજાર જેટલો ખર્ચ થયો પરંતુ એક વિધે ઉત્પાદન નજીવા પ્રમાણમાં થતાં માત્ર ૫ થી ૬ હજાર રૂપિયા ખેડૂતોના હાથમાં આવે છે જેથી ખેડૂત મુંઝવણમાં મુકાયો છે.
હરેશ ભાલીયા (જેતપુર)