અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામે દિવ્યાંગ બાળકોનો ધુળેટી કાર્યક્રમ

કુંકાવાવ બી.આર.સી. ભવન આઈ.ટી.આઈ યુનિટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકો કે પોતાની કલા રજૂ કરી હતી તેમજ કન્યા શાળાની બહેનોએ નૃત્ય ગીત રજુ કર્યું હતું. બાળકો તેમજ આમંત્રિત મહેમાનોનું અબીલ ગુલાલ કુમકુમથી સ્વાગત કરવામાં આવેલ હતું. આ બાળકોને સ્વર્ગસ્થ ગોહિલના સ્મરણાર્થે રોહિતભાઈ દ્વારા નાસ્તો કરવામાં આવ્યો હતો. જેન્તીભાઈ લાખણી તરફથી બાળકોને બિસ્કીટ બાપુ તરફથી રંગ પિચકારી તેમજ હરેશભાઈ ધાધર દ્વારા આઈસક્રીમ આપવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં મનસુખભાઈ સાવલિયાએ શ્રીપાલ ભાઈ પીઠડીયા, આરતીબેન ઠાકર, સોનલબેન, મયુરભાઈ તેમજ વાલીઓ હાજર રહ્યા હતા. પત્રકાર રસિકભાઈ વેગડા દ્વારા ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પ્રદ્યુમન ભટ્ટ સાહેબે ખાસ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમ સંચાલન કિરીટભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ છે.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)